Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુરતમાં રોજ સરેરાશ 240 મોત ? સ્મશાનમાં જગ્યા ખૂટી : અંતિમવિધિ કરવા માટે મૃતદેહ બારડોલી લઈ જવા પડ્યા !

અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન પ્રથા : વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું

સુરત : સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટ અત્યારસુધી બેથી ચાર કલાકનું હતું, પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે. પ્રથમ દિવસે છ મૃતદેહની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી

 

 

 

(11:54 am IST)