Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ : યુ. એન. હોસ્પીટલમાં દાખલ

સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો

અમદાવાદ : રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેને યુ. એન. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(12:46 pm IST)