Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ઉમેશ જાદવે શહીદોના આંગણેથી ૮૪ હજાર કિ.મી.નો પ્રયાસ કરી માટી એકત્ર કરી

પુલવામાં દેશભરના શહિદોની યાદમાં શહિદ સ્મારક પાસે ભારતનો નકશો બનાવવા

ગાંધીનગર,તા. ૮: દેશ ઉપર જીવન ન્યૌછાવર કરનાર શહીદોનું બલીદાનને યાદગાર બનાવવાના મિશન ઉપર નિકળેલ મહારાષ્ટ્રના ઔરંગાબાદ મુળના બેંગલુરૂ રહેતા ઉમેશ ગોપીનાથ જાદવની ઇચ્છા છે કે શહીદોના આંગણાની માટીથી પુલવામામાં શહીદ સ્મારક બને.

તેઓ અત્યાર સુધી ૮૦ હજાર જેટલા કિલોમીટરની સફર કરી ૧૨૦ શહીદોના ઘર સુધી પહોંચી તેમના આંગણાની માટી કળશમાં એકત્ર કરી ચૂકયા છે. આના દ્વારા ઉમેશ યુવાઓને દેશભકિતની મશાલ પેદા કરવાનો સંદેશ આપી રહ્યા છે. હાલ તેઓ અમદાવાદમાં જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલ જવાન રૂષિકેષ રામાણીના નિવાસે પહોંચી તેમના પરિવારજનોને મળેલ. તેમણે રૂષિકેશની તસ્વીર અને આંગણામાંથી માટી લીધી હતી. 

ઉમેશ વસ્ત્રાલ સ્થિત આરએએફના કેમ્પે પહોંચ્યા હતા.જ્યાં બટાલીયન કમાડેન્ટ પુષ્પેન્દ્ર કુમારે સરદાર પોસ્ટની માટી લેવા માટે કળશ ભેટ આપેલ અને રસ્તામાં સંભવ મદદનું જણાવેલ. ૧૦૦મી વાહિનીના આરએએફ પરિસરમાં શહીદ સ્મારક ઉપર ઉમેરાનું સ્વાગત કરાયેલ.

ઉમેશના જણાવ્યા મુજબ 'પહેલા ભારતીય' મીશન બનાવી શહીદોના ઘરની માટી એકત્રીત કરવા માટે વર્ષ ૨૦૧૯માં કારથી નીકળેલ. પોતાની કારમાં તેમણે બીજી નાની કાર જોઇન્ટ કરી છે, જેમાં શહિદોની યાદો છે.મિશનનું કોઇ પ્રાયોજક નથી અને કોઇ પણ પ્રકારનું રાજકીય મીશન પણ નથી.

૧૨૦ શહિદોના પરિવારને મળ્યા

ઉમેશ અત્યાર સુધીમાં પુલવામાના ૪૦ શહીદોના પરિવારની સાથે વિશ્વ યુધ્ધ, ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૧ યુધ્ધ, કારગીલ યુધ્ધના શહીદોના ૧૨૦ પરિવારોને મળ્યા છે. સાથે જ ભારતીય સેનાના પ્રથમ પ્રમુખ ફીલ્ડ માર્શલ કરિઅપ્યા તથા ૧૯૭૧ યુધ્ધના હીરો ફીલ્ડ માર્શલ સેમ માણેકશાના આંગણેથી પણ માટી એકત્ર કરી ચૂકયા છે.

આ માટીમાંથી પુલવામાં શહીદ સ્મારકની જેમ ભારતનો નકશો બનાવવા માંગે છે. તેઓ આ મીશનમાં એકત્ર થયેલ માટી સીઆરપીએફના મહાનિર્દેશકને અર્પીત કરશે.

(3:34 pm IST)