Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગાંધીનગરમાં સે-25 જીઆઈડીસીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 શકુનિઓને ઝડપી જેલ હવાલે કર્યા

ગાંધીનગર: જિલ્લામાં છેલ્લા થોડા સમયથી છેલ્લા થોડા સમયથી જુગારની બદી વધી રહી છે ત્યારે જુગારની આ બદીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સ્ટાફના માણસોને એલર્ટ રહીને કામગીરી કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને સે-ર૧ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.મહાવીરસિંહ અને કો.ગણેશભાઈને બાતમી મળી હતી કે સે-રપ જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નં.ઈ-૩૬માં આવેલી ઓરડીમાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે અને જુગારધામ હાલ ધમધમી રહયું છે. જેના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં જુગાર રમતાં કમલેશકુમાર અમરતલાલ પટેલ રહે.સજનપુરા માણસામહેન્દ્રસિંહ તખુભા બિહોલા રહે.મકાન નં.૬૯૪/રકિસાનનગર સે-ર૬નટવરસિંહ રાયસિંહ ચાવડા રહે.મકાન નં.૩૪૧૫નાગરાજ સોસાયટી પેથાપુરકેતનકુમાર ભાયચંદભાઈ પટેલ રહે. મકાન નં.૭પ્રભુનગર સોસાયટી ગોઝારીયાપટેલ જીગ્નેશકુમાર રતિલાલ રહે.પહેલીપોળ ગોઝારીયાલીયાકત અહેમદભાઈ મલેક રહે.મટવાકુવા મોટીવાસકલોલપરેશભાઈ મનહરભાઈ શાહ રહે.ક્રિષ્ણનગર અમદાવાદહુસેનભાઈ ઈબ્રાહીમભાઈ સિપાહી રહે.ચરેડીરજનીકાંત કાળુભાઈ પટેલ રહે.નિકોલ અમદાવાદભીખાજી બાદરજી ઠાકોર રહે.પગીવાસ કોલવડામહંમદશાહ જીવાશા દિવાન રહે.વણોદ સુરેન્દ્રનગરઅલ્લારખા ઉમરભાઈ શેખ રહે.પાનસર ચોકડી કલોલસલીમ અબ્દુલભાઈ મનસુરી રહે.ચરેડીને ઝડપી પાડયા હતા. પોલીસે આ જુગારીઓ પાસેથી ૩૭ હજાર ઉપરાતની રોકડ અને મોબાઈલ મળી ૧.૦૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ જુગારધામ ચરેડીમાં રહેતો આરીફ ચલાવતો હોવાનું બહાર આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૃ કરી છે. 

(5:22 pm IST)