Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પોલીસ મહાનિર્દેશક-મુખ્‍ય પોલીસ અધિકારીની અધ્‍યક્ષતામાં કોવિડ સંદર્ભે બેઠક સંપન્‍ન સુચનાઓ અપાઇ : ચુસ્‍ત અમલ કરવા તાકીદ

અમદાવાદપોલીસ મહાનિર્દેશક અને મુખ્ પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં કોવિડ સંદર્ભે બેઠક સંપન્ થયેલ છે. અને બેઠમાં વિવિધ સુચનાઓ અપાઇ છે અને તેનો ચુસ્ અમલ કરવા તાકીદ કરાઇ છે.

વધુ માહિતીમાં  રાત્રી કર્ફ્યું તા.૦૭/૦૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુધી રાત્રી કર્ફ્યું નો સમય ૨૦/૦૦ થી સવારે ૦૬/૦૦ સુધીનો છે. ફરજ પરના તમામ અધિકારી/કર્મચારીને પુરતા પ્રમાણમાં હેન્ડ સેનીટાઇઝર, માસ્ક તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ પુરી પાડવાની રહેશે. ચેકીંગ દરમ્યાન ફરજના સ્થળ પર એકલ-દોકલ કર્મચારીઓને નહી મુકતા પી.આઇ/પો.સ.ઇ /હે.કો/મ.સ.ઇ/પો.કો.એ ટીમમાં રહી ફરજ બજાવવાની રહેશે. આ ટીમોએ અગત્યના સ્થળો, ટ્રાફીક જંક્શન, જાહેર બજારો વગેરે સ્થળો પર વાહનો, બેરીકેડ અને અન્ય જરૂરી સાધન સામગ્રી સાથે કાર્યવાહી કરવાની રહેશે. અસરકારક અમલાવારી અને ઘર્ષણ નિવારવા સારૂ દુકાન માલીક, મોલના માલીક, હોટેલ-રેસ્ટોરંન્ટ, રીક્ષા અને ટેક્ષીના એસોસીએશન વિગેરે સાથે જરૂરી મીટીંગનું આયોજન કરવાનું રહેશે.

નાગરીકોમાં જન જાગૃતી લાવવા સારૂ જાહેર સ્થળો પર હોડીંગ્સ લગાવવા, નોટીસ બોર્ડ, ચોપાનીયા, પબ્લીક એડ્રેસ સીસ્ટમનો ઉપયોગ કરવો વગેરે કાર્યવાહી કરવાની રહેશે. કોવીડ ગાઇડલાઇન સંદર્ભે સુચનાઓની અમલવારી નહી કરવા બદલ દુકાન, મોલ, હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમા ગૃહ વિગેરેની સામે કાર્યવાહી કરવા બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરવાની રહેશે.

લગ્ન સમારંભ/ જાહેર સમારંભો:-

નવા જાહેરનામા મુજબ લગ્ન સમારંભમાં ૧૦૦ આમંત્રીતો જ માન્ય કરવામાં આવેલ છે. આ બાબતે આવા સમારંભોમાં પોલીસ ટીમોએ વિઝીટ કરી નિયમનો ભંગ થતો જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. રાત્રીના કર્ફ્યું સમય દરમ્યાન લગ્ન સમારંભોનુ આયોજન કરી શકાશે નહી. રાજકીય, સામાજીક કે અન્ય કોઇ પણ જાહેર સમારંભોમાં ૫૦ થી વધુ વ્યક્તિઓને ભેગા નહી કરી શકાય આ બાબતેની તમામ રાજકીય પક્ષો, સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ વગેરેને જાણ કરવાની રહેશે

આ માહિતીનો પોતાના હસ્તકના વિસ્તારમાં વિવિધ માધ્યમો મારફતે પ્રચાર કરવાનો રહેશે.

એ.પી.એમ.સી માર્કેટ અને શાક માર્કેટ એ.પી.એમ.સી માર્કેટ ખાતે આવતા ખેત પેદાશ અન્વયે રોજે રોજ આવતા વાહનોના પાકીંગ, વસ્તુઓના વેચાણ, લાવવા અને લઇ જવા અંગેની વ્યવસ્થા અન્વયે સુચારૂ સંચાલન સારૂ એ.પી.એમ.સી અને સ્થાનિક બજારોના હોદ્દેદારો સાથે સંકલનમાં રહી, કાર્યવાહી કરાવવા અને કોવિડ ગાઇડલાઇનનું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

તમામ સ્થળો પર જરૂરી સ્થાનીક સિક્યોરીટી બંદોબસ્ત, જરૂરી કુંડાળા કરવા, સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાય, ક્યુ મેનેજર, બેરી કેડીંગ, માસ્ક અને હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા રહે તે અંગે સુચનો કરવા અને તેમના મારફતે જરૂરી વ્યવસ્થા થાય તે જોવડાવવું.

સ્થાનિક પોલીસ અધિકારીઓ અને આ માટે નિમવામાં આવેલ પોલીસ ટીમોએ વિઝીટ કરવાની રહેશે તેમજ સ્થાનિક વેપારીઓ કે આવનાર ખેડુતો સાથે કોઇ ઘર્ષણ ન થાય તે જોવડાવાનું રહેશે.

પો.સ્ટે/કચેરીઓ બાબતે ગાઇડ લાઇન :-

તમામ કચેરીઓ ખાતે એક્સેસ કંટ્રોલ, રુકીનીંગ ડેસ્ક વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે અને ઓછામાં ઓછા વિઝીટર કચેરીઓ ખાતે આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે

કચેરીઓના સંચાલન બાબતે અગાઉ ઇસ્યુ કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

અન્ય મુદ્દાઓ:-

અગાઉ જાહેર કરવામાં આવેલ સુચનાઓ મુજબ કોન્ટેક્ટ ટ્રેસીંગની કાર્યવાહી કરવાની રહેશે. કન્ટેનમેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટ ખાતે સંલગ્ન વિભાગો સાથે સંકલનમાં રહી બેરીકેટીંગ કરી અવર જવર નિયંત્રીત કરવાની રહેશે આવા સ્થળોના એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર જરૂરી લાઇટ, સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે. જાહેર સ્થળો પર માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાય, જાહેર સ્થળો પર નહી થુંકવા વગેરેનું અચુક પાલન થાય તે જોવડાવવાનું રહેશે. આ અમલવારી સંદર્ભે નાગરિકો સાથે ઘર્ષણ નહી થાય તે જોવડાવા અધિકારી સાથે ટીમમાં રહી કાર્યવાહી કરવાની રહેશે.

શક્ય હોય ત્યાં સ્ટેગરી પધ્ધતિથી બજારો કાર્યરત રહે તે બાબતે સ્થાનિકો સાથે મીટીંગો યોજી કાર્યવાહી કરાવવી અને કોવીડ ગાઇડલાઇનનું પાલન થાય તેવી વ્યવસ્થા કરવા જણાવી કાર્યવાહી કરાવવી.

સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાય, હેન્ડ સેનેટાઇઝર, માસ્ક ના ઉપયોગ વગેરે બાબતે પબ્લીક એડ્રેસ સિસ્ટમના ઉપયોગથી લોકોને માહીતગાર કરવા. પોલીસ અધિકારી/કર્મચારીઓને વેક્સીનના બંન્ને ડોઝ આપવાની કાર્યવાહી સત્વરે પુર્ણ કરાવવી. અધિકારી/કર્મચારીઓએ યુનિફોર્મમાં જ ફરજ બજાવવાની રહેશે. કોવીડ સંદર્ભે સરકારશ્રી/વિભાગો/કચેરીઓ તરફથી વખતોવખત આપવામાં આવેલ સુચનાઓનું પાલન કરવાનુ રહેશે. સિનીયર અધિકારીશ્રીઓએ પોતાની હસ્તક ફરજ બજાવતા તમામને આપવામાં આવેલ સુચનાઓ દ્વારા માહિતગાર કરવાના રહેશે. પોલીસ કમિશનરશ્રીના હુકમથી  જાણ મળેલ છે.

(9:49 pm IST)