Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

પોલીસ વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે વધુ સંખ્યામાં ફોર્સ મુકાશે : સતત પેટ્રોલીંગ રાખવા પોલીસ વિભાગને આદેશ અપાયો

ગાંધીનગર : પોલીસ વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે વધુ સંખ્યામાં ફોર્સ ચેકીંગ કરવા વધ સૂખ્યામાં ફોર્સ મુકાશે તેમજ સતત પેટ્રોલીંગ રાખવા પોલીસ વિભાગને આદેશ અપાયો છે.

ગાંધીનગર: સંક્રમણને રોકવા રાજ્યની પોલીસ સતત પ્રયત્નશીલ  છે. જેના ભાગ રૂપે, રાજ્યના રેલ્વે સ્ટેશનો ઉપર ટ્રેનમાં રાજ્ય બહારથી આવતાં મુસાફરોના RT-PCR  ટેસ્ટનું ચેકોંગ વધુ સધન કરવા રેલ્વે પોલીસને રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવેલ છેસરકારશ્રીની ગાઈડ લાઈન મૂજબ રાજ્ય બહારથી આવતાં મુસાફરો 1-20 ટેસ્ટનો આધાર છે કે નહિ  તે માટે પોલીસ વિભાગ તરકથી રેલ્વે સ્ટેશન ખાતે ચેકીંગ કરવા વધુ સંખ્યામાં ફોર્સ મૂકવા પણ  આયોજન કરવામાં આવી રહેલ છે.

૩૬ શણેરોમાં રાત્રિ કફ્યુનો અમલ ચાલુ છે તેને વધુ  સધન કરવા પોલીસને ડી.જી.પી.શ્રી તરફથી આદેશ આપવામાં આવેલ છે. ઉપરાંત જે અન્ય  પ્રતિબંધાત્મક પગલાંઓ લેવામાં આવેલ છે, તેનો પણ જો ક્યાંચ ભંગ થતો પ્યાને આવે તો સખ્ત  કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપવામાં આવેલ છે. ખાસ કરીને જાહેર સ્થાનો ઉપર ક્યાંય ભીડ   થાય તે સુનિશ્ચિત કરવા આવા સંભવિત સ્થાનો ઉપર સતત પોલીસ પેટ્રોલીંગ રાખવા પોલીસ  વિભાગને આદેશ આપવામાં આવેલ છે. આવા સ્થાનો ઉપર માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના મુદ્દે પણ  કોઈ બાંધછોડ ચલાવી લેવા પોલીસને સૂચના આપવમાં આવેલ છે.

ગઈકાલે સમગ્ર રાજ્યમાં  જાહેરનામા ભંગ અંગેના કુલ-,૬૧૯ કેસો દાખલ કરવામાં આવેલ છે તથા કુલ-,પ૬ર લોકોની  ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરાંત,માસ્ક પહેરવા અંગેના તથા જાહેરમાં થૂંકવા અંગે કુલ  ૧૦,૯૨૯ લોકોને દંડ કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં કુલ-,પ૩ર વાહનો પણ ડીંટેઈન કરવામાં  આવેલ છે.   

 

રાજ્યમાં યોજાયેલ રહેલ લગ્નોમાં નિયત સંખ્યા કરતાં વધુ લોકો ભેગા થાય તે માટે  પણ પોલીસ ક્યારા વોચ રાખવામાં આવી રણો છે. માટે અનેક સ્થળોએ પોલીસ દ્વારા ચેકોંગ પણ  કરવામાં આવી રણેલ છે. લગ્નનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા સ્થાનિક કક્ષાએ મેળવેલ માહિતી  અનુસાર સમગ્ર રાજ્યમાં ગઈકાલ તા. ૦૬/૦૫/ર૦૨૧ના રોજ રાખવામાં આવેલ તમામ લગ્ન  સમારભ પૈકો કુલ-૧૦૦૭ પ્રસંગોમાં પોલીસ દ્વારા ચેકોંગ કરવામાં આવેલ હતું. પ્રસંગોમાં પોલીસ  ક્રારા માસ્ક પહેરવા બદલ ૫૮-કેસો તથા અન્ય ગાઈડલાઈનના ભંગ બદલ કુલ ર૧-ગુનાઓ  નોંધીને કુલ રપ-આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. હાલ સુધીમાં પોલીસ દ્વારા લગ્ન    તથા રેમડેસીવીરની કાળાબજારી અંગેના હાલ સુધીમાં કુલ-૩૨ર ગુનાઓ દાખલ થયેલ છે. જેમાં કુલ૯૩ આરોપીઓની ધરપકડ થયેલ છે. ઉપરાંત મેડીકલના સાધનો,દવાઓ અથવા મેડીકલ  સેવાઓનો નિયત કરતાં વધુ ભાવ લેવામાં આવે અથવા તેની સંઘરાખોરી કરવામાં આવે તે માટે  પોલીસ સતત વોચ રાખી રણો છે.   

કોવિડ સંદર્ભની કાર્યવાહી તથા ચેકોંગ માટે સમગ્ર રાજ્યમાં પોલીસ ખડેપગે છે. કોરોના  સંદર્ભેની ફરજો તથા બંદોબસ્ત માટે સમગ્ર રાજ્યમાં કુલ ૫૬,૬૦૦ જેટલા પોલીસ અધિકારીઓકર્મચારીઓ, ૯૦ જેટલી એસ.આર.પી.ની કંપનીઓ,૧૩ હજારથી વધુ હોમગાર્ડ જવાનો અને ૩૦  હજાર જેટલા જી.આર.ડી.ના જવાનો ફરજ ઉપર છે. તમામ પોલીસ કર્મચારીઓ કોવિડ સંદર્ભની  ફરજોમાં ખડે પગે કાર્યરત હોવાથી તેમના વેલ્ફેર માટે સરકારશ્રી દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ  છે. જે ગ્રાન્ટમાંથી પોલીસ અને પોલીસ સહાયક દળોના જવાનો કે જે કોરોના મહામારીને રોકવા  માટેના બંદોબસ્ત માટે રોકાયેલા છે તેમના સ્વાથ્ય અને તેમની પાયાની જરૂરીયાતોની કાળજી લેવા  વાપરવામાં આવશે. ખાસ કરીને જવાનોને કોરોનાથે બચવા માટેની જરૂરીયાતો જેવી કે માસ્કસેનીટાઈઝર અને પ્રીવેન્ટીવ મેડીસીન વિર્ગરે જેવી વસ્તુઓ તથા સતત લાંબા સમય સુધી ફરજમાં  રોકાયેલા જવાનોને બંદોબસ્તના સ્થળે ભોજન/નાસ્તો અને પાણી કે અન્ય સ્વાસ્થ્ય વર્ધક પીણાઓ  મળી રહે તે માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે.

(9:45 pm IST)