Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડો ભાવેશ પટેલે બે વર્ષમાં સારવાર દરમ્યાન 37 દર્દીઓના મોત નિપજાવ્યા બાબતનો વધુ એક ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોર્ટની બાજુમાં હોસ્પિટલ ચલાવતા ડોકટરે સારવાર દરમ્યાન 37 દર્દીઓના મોત નિપજાવી ગુનો કરતા તેના વિરુદ્ધ વધુ એક ફરીયાદ દાખલ થઈ છે.
રાજપીપળા પો.સ્ટે ના પીએસઆઇ આઈ.આર દેસાઈ ની ફરીયાદ મુજબ ભાવેશભાઇ લાલજીભાઇ કુકડીયા ( પટેલ ) મેડીકલ ડીગ્રી તેમજ મેડીકલ પેક્ટીશ કરવા માટેના સર્ટીફેક્ટ ખોટા અને બનાવટી હોવાનું જાણવા છતા પોતાના આર્થિક ફાયદા સારૂ રાજપીપળા સ્ટેશન રોડ કોર્ટની બાજુમાં આવેલ પબ્લીક હોસ્પિટલ સને -૨૦૧૮ થી તા .૨૦ / ૦૧ / ૨૦૨૧ પહેલા ચલાવી દર્દી ઓની સારવાર કરવાથી તેમની જીંદગીને જોખમ રહેશે તેમજ સારવાર દરમ્યાન દર્દીઓના મોત નીપજવાનો પુરેપુરો સંભવ અને જાણકારી હોવા છતા તેમની હોસ્પીટલમાં આશરે ૨૦૦ જેટલા દર્દીઓની સારવાર કરી તેમની જીંદગી સાથે ચેડા કરી, સારવાર દરમ્યાન તેની હોસ્પીટલમાં કુલ્લે -૩૭ દર્દીઓના મોત નીપજાવી ગુનો કરતા તેમના વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે.

(1:08 pm IST)