Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

સાગબારાના ચોપડવાવ ગામ નજીક ૧૨ હજાર લીટર બાયો ડીઝલ સાથે રૂ .૨૮,૯૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી પાડતી LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર વોચ રાખવા તેમજ ગેર કાયદેસર પ્રવૃતિ ઝડપી પાડી નેસ્તો - નાબુદ કરવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા તથા એલ.સી.બી. ટીમ સાગબારા પો.સ્ટે, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે , સાગબારા પો.સ્ટે.વિસ્તારના ચોપડવાવ પાસે દેવંગે હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ટેન્કર માંથી બોયો ડીઝલ પંપના મોટા ટાંકામાં નાખવાનું કામ ચાલુ છે જે બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો તથા મામલતદાર પુરવઠા વિભાગ , સાગબારા નાઓને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક ટેન્કર નં . જી.જે .૧૯ - વાય -૧૭૮૬ માંથી કેટલાંક ઇસમો ટેન્કરમાં ભરેલ પ્રવાહી પંપના મોટા ટાંકામાં ખાલી કરી રહેલ હોય જે તમામને ઝડપી તેમના નામ પુછતા ( ૧ ) જતીનભાઇ વિઠ્ઠલભાઇ ચોથાણી હાલ રહે . કામરેજ સુવર્ણભુમી સોસાયટી ૬/૩૨ , સુરત ( ર ) દિનેશભાઇ રણછોડભાઇ મુંધવા રહે , સાડી તા.સાકી જી.ધુલે ( મહારાષ્ટ્ર ) ( ૩ ) જયપ્રકાશ જટાશંકર મોર્ય રહે . અંબીકાનગર નવાગામ ડીંડોલી સુરત ને ઝડપી બાયો ડીઝલ બાબતે લાયસન્સ કે મંજુરીપત્ર માંગતા ન હોવાનું જણાવતા તેઓ પાસેથી આશરે ૧૨,૦૦૦ લીટર બાયો ડીઝલ કિ.રૂ. ૮,૪૦,૦૦૦ તથા ફીલીંગ મશીન કિ.રૂ. ૫૦,૦૦૦ તથા એક ટેન્કર ટ્રક કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦ ગણી કુલ્લે કિ.રૂ. ૨૮,૯૦, ૦૦૦ ની ગેરકાયદેસર બાઓ ડીઝલ વેચાણ અર્થે લાવતા પકડાઇ જઇ સાગબારા પો.સ્ટે.માં તમામ આરોપીઓ વિરૂધ્ધ  ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

(1:20 pm IST)