Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

નાંદોદ તાલુકાન કોઠારા ગામમા નજીવી બાબતે મારામારી કરી જાન થી મારી નાંખવાની ધમકી આપતા 6 વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કોઠારા ગામમાં નજીવી બાબતે અદાવત રાખી માર મારી મારી નાંખવાની ધમકી આપતા છ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંદિપભાઇ સુભાષભાઇ બારીયા( રહે - કોઠારા) ની ફરીયાદ મુજબ તે તથા સાહેદ અરૂણા બેન ફરીની સાસરી સાંધી ગામે લગ્નમાં ગયેલ અને તે લગ્નમા તેઓ બંને જમવા માટે જતા હતા તે વખતે ઠાકોરભાઇ નગીનભાઇ બારીયા નો સાળો જયેશભાઇ મોબાઈલમાં કઈક જોતો જોતો સામેથી પગપાળા આવતા અરૂણાબેન સાથે અથડાતા ઝઘડો કરેલ તેની અદાવત રાખી ઠાકોરભાઇ નગીનભાઇ બારીયા, દિલિપ ભાઇ નગીનભાઇ બારીયા,દિલિપભાઇ ભીમાભાઇ બારીયા, કિરણભાઇ ગોપાલભાઇ બારીયા, રાજેશભાઇ અંબુભાઇ બારીયા તમામ( રહે,કોઠારા તા.નાંદોદ) તથા હિતેશ ભાઇ નિખિલભાઇ બારીયા ( રહે. ટંકારી તા.નાંદોદ ) નાઓ વારા ફરતી આવી ફરી તથા અરૂણા બેનને ગમે તેમ ગાળૉ બોલી ઢીક્કાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામ વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(1:22 pm IST)