Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજપીપળા પ્રાંત અધિકારી એ ખુંટાઆબાના આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન જરૂરી માહિતી મેળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલાના પ્રાંત અધિકારી કે.ડી.ભગતે નાંદોદ તાલુકાના ખુંટાઆબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ રહેલી આરોગ્યલક્ષી સેવાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન ખુંટાઆબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે આંબલી ગામના ૬ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હોવાની પ્રાંત અધિકારી ભગતને જાણકારી મળતાં તેમણે ગામના સરપંચ,મેડીકલ ટીમ અને ગામના આગેવાનોને સાથે રાખીને આમલી ગામના આ ૬ પોઝિટીવ  કોરોનાગ્રસ્ત  દરદીઓને સમજાવીને આંબલી ગામ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં

(1:35 pm IST)