Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

વડોદરાના રાવપુરા વિસ્તારમાં વેપારીઓએ મીની લોકડાઉનનો વિરોધ કરી સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી

વડોદરા: શહેરમાંસ્થાનિક સત્તાવાળાઓ દ્વારા યોગ્ય રીતે અમલ નહીં કરાવતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે ગઈકાલે સમા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ કર્યા બાદ આજે રાવપુરા વિસ્તારના વેપારીઓએ મીની લોકડાઉનનો વિરોધ કરી સંપૂર્ણ lockdown નાખવાની માગણી કરી છે.

રાવપુરા રોડ પર આવેલી દુકાનોના વેપારીઓએ મીની લોકડાઉનનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આંશિક લોકડાઉનમાં  90% વેપાર કાર્યરત છે. માત્ર ૧૦ % વેપાર પર પાબંધી મૂકવાથી કોરોના કાબુમાં આવશે નહીં . વડોદરામાં બંધ હોય તો લોકો નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદી અર્થે જઈ રહ્યા છે જેથી કોરોના સંક્રમણ વધુ ફેલાશે.

સરકાર સંપૂર્ણ લોકડાઈન આપે જેનું સમર્થન કરવા અમે તૈયાર છીએ પરંતુ દેખાવા પૂરતું મીનીલોકડાઉન લોકોના જીવ સામે ખતરો ઉભો કરશે.

(4:37 pm IST)