Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

વડોદરાના આજવા રોડ નજીક સોસાયટીમાં મકાનનો દરવાજો ખોલી બાળક સાથે આવેલ અજાણી મહિલા 23 હજારની મતા ભરેલ પર્સ સેરવી છૂમંતર થઇ જતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલી સોસાયટીમાં મકાનનો દરવાજો ખોલી અજાણી મહિલા 23 હજાર રોકડા ભરેલું પર્સ ચોરી કરી ફરાર થયાનો  બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી જનકલ્યાણ સોસાયટીમાં રહેતા અતુલભાઈ ખરાદી ના મકાનમાંથી રૂપિયા 23 હજારની મત્તા ભરેલું પાકીટ ગુમ થઈ જવાની ઘટના સામે આવી હતી રોકડા રૂપિયા 23 હજાર ભરેલું પાકીટ ગુમ થઈ જતા અતુલભાઈએ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ની ચકાસણી કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે વહેલી સવારે સોસાયટીમાં નાના બાળક સાથે આવેલી અજાણી મહિલા દરવાજો ખોલી ટીવી પાસે રાખેલુ પર ચોરી ગઇ હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી તેઓએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(4:39 pm IST)