Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

વડોદરા: દેણા નજીક ઝડપાયેલ દારૂના જથ્થા સાથે પોલીસે તરસાલીના બે શખસોને ઝડપી પાડયા

વડોદરા : શહેરના દેણા ગામ પાસેથી ઝડપાયેલા દારૃ ભરેલા છોટા હાથીના કેસમાં દારૃનો જથ્થો તરસાલીના બે શખ્સો મંગાવીને તેનું વેચાણ કરતા હોવાની વિગતો બહાર આવતા પોલીસે રાજસ્થાનના બે શખ્સો ઉપરાંત તરસાલીના બંને શખ્સોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે દેણા ગામ તરફ જવાના રસ્તા પર વિશ્વામિત્રી બ્રિજ પાસે છોટા હાથી ટેમ્પામાં દારૃ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો હતો. જિલ્લા પોલીસે આ કેસમાં કુલ રૃા.૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના પરંતુ હાલ બીલ-કલાલી રોડ પર પુષ્પમ હોમ્સ ખાતે રહેતા અશોક ક્રિષ્ણરામ બિશ્નોઇ અને ઓમપ્રકાશ હુક્મારામ બિશ્નોઇની અટકાયત કરી હતી. બંનેની પૂછપરછ કરતા દારૃનો જથ્થો વાઘોડિયા ચોકડી પહોંચીને તરસાલીમાં રહેતા રવિ અને વિજયના કહેવા મુજબ આપવાનો હતો. બંનેએ પોલીસને જણાવ્યું હતું કે રાજસ્થાનમાં રહેતા અમારા શેઠ ધવલ બિશ્નોઇ અને જગદીશ બિશ્નોઇ રણોલી તાપી હોટલ પાછળ ગોડાઉનમાં દારૃનો જથ્થો મોકલતા હતા અને તરસાલીના વિજય તેમજ રવિના કહેવા મુજબ જથ્થો સપ્લાય કરાતો હતો.

(4:40 pm IST)