Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ટ્રેન તેમજ પ્લેટફોર્મની વચ્ચે ફસાયેલા દંપતીને બચાવાયા

કાલુપુર રેલવે સ્ટેશનનો ચમત્કારિક બનાવ : દંપતી ટ્રેન-પ્લેટફોર્મના ગેપમાં ફસાયું હતું પણ કોન્સટેબલે બન્નેને પોતાનો એક-એક હાથ આપીને બહાર ખેંચી લીધા

અમદાવાદ, તા. : કાલુપુર રેલવે સ્ટેશન પર એક દંપતીનો ચમત્કારિક બચાવ થયો છે. જો ત્યાં હાજર રિયલ લાઈફ હિરોએ સમયસૂચકતા અને બહાદુરી દાખવી ના હોતી તો દંપતી મોતના મુખમાં ધકેલાઈ જતી. ગુરુવારે રાતે દંપતી ટ્રેઈન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ ગયુ હતું અને ફરજ પર હાજર કોન્સ્ટેબલ વિજયસિંહ જાટે તેમના જીવ બચાવ્યા હતા.

વાસ્તવમાં દંપતી ખોટી ટ્રેનમાં બેસી ગયુ હતું અને ત્યાંથી બહાર નીકળવાની ઉતાવળમાં મહિલા નીચે પડી ગઈ હતી. પતિએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો અને તે પણ ત્યાં ફસાઈ ગયો. વિજયસિંહે એક હાથ મહિલાને આપ્યો અને એક હાથ તેના પતિને આપ્યો અને બન્નેને ઉપર ખેંચી લીધા. જો થોડીક સેકન્ડ પણ મોડુ થયું હોત તો ટ્રેનના બીજા કોચમાં લોકો જીવ ગુમાવી બેસતા.

વિજયસિંહ જણાવે છે કે, ગુરુવારે રાતે .૩૦ વાગ્યે પ્લેટફોર્મ નંબર પરથી અમદાવાદ-પુને ટ્રેન પોતાના નિયત સમયે ઉપડી. મેં જોયું કે એક યુવકે પ્લેટફોર્મ પર સામાન ફેંક્યો. હું સમજી ગયો કે તે ખોટી ટ્રેનમાં બેસી ગયો હશે. તેણે પ્લેટફોર્મ પર કુદકો માર્યો અને પછી મહિલાએ પણ કુદકો માર્યો. યુવકની ઓળખ ૨૮ વર્ષીય અસીન સમીન અને મહિલાની ઓળખ ગુલિસ્તા તરીકે થઈ છે. ગુલિસ્તાનો પગ લપસી ગયો અને તે ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડી ગઈ. અસિને તેને બચાવવાનો પ્રયાસ કર્યો અને તે પણ પડી ગયો. વિજયસિંહે સમયસૂચકતા દાખવી અને તેમને બહાર ખેંચી લીધા. ત્યાં હાજર અન્ય ઉચ્ચ અધિકારીઓને લાગ્યુ હતું કે દંપતીનું મૃત્યુ થઈ જશે. પરંતુ સદ્દનસીબે તેઓ બચી ગયા. પોતાના બયાનમાં દંપતીએ કહ્યું કે, તેમણે પ્લેટફોર્મ નંબર પરથી જતી અમદાવાદ-મુરાદાબાદ ટ્રેનમાં બેસવાનું હતુ પરંતુ ભૂલથી અમદાવાદ-પુને ટ્રેનમાં બેસી ગયા. તેમણે ટ્રેનમાં બેસતા પહેલા માહિતી ચેક નહોતી કરી.

(7:44 pm IST)