Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ભાણદ્રા ત્રણ રસ્તા પાસેથી વાહનમાં વધુ મુસાફરો બેસાડી જતા ચાલાક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર પોલીસે ચેકિંગ દરમિયાન વાહનમાં વધુ માણસો બેસાડી જતા ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહીતી મુજબ ભાણદ્રા ત્રણ રસ્તા પાસે પોલીસ ચેકિંગ માં હતી તે સમયે કનુભાઇ ઉકડભાઇ તડવી(રહે.સમારીયા તા.ગરૂડેશ્વર) પોતાની ટાટા મેજીકમાં ગાડી માં ૧૨ જેટલા પેસેંજર કોરાના ફેલાય તે રીતે બેસાડી જાહેર નામાનો ભંગ કરતા પકડાઈ જતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે

(10:34 pm IST)