Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ખોજલવાસા ચાર રસ્તા ઉપર મોટર સાઈકલ ઉપર ચાર સવારી જનાર 4 શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ખોજલવાસા ચાર રસ્તા પરથી મો.સા.ઉપર ચાર સવારી જનાર ચાર વ્યકતીઓ વિરુદ્ધ આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
   પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ આમલેથા પોલીસ વાહન ચેકીંગમાં હતી એ સમયે મો.સા.ઉપર ચાર સીટ બેસી જતા આનંદભાઇ બચુભાઇ વસાવા, રમેશ ભાઇ જેન્તીભાઇ વસાવા, રાકેશભાઇ રતનલાલ વસાવા અને કમલેશભાઇ ઉકડીયાભાઇ વસાવા,તમામ(.રહે કુમરગામ તા.નાદોદ )નાઓએ જાહેરનામા નો ભંગ કરતા આમલેથા પોલીસે પકડી ગુનો દાખલ કર્યો હતો.

(10:41 pm IST)