Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

નર્મદામાં કાર્યરત નિર્ભયા ટીમે રસેલા ગામની વિધવા માતાને હેરાન કરનાર પુત્રને શબક શીખવાડી જમીન પરત અપાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સુચના પ્રમાણે જિલ્લામાં કાર્યરત નિર્ભયા ટિમનાં ઇન્ચાર્જ પી.એસ. આઈ કે.કે.પાઠકના નેતૃત્વમાં રસેલા ગામનાં 70 વર્ષના વૃદ્ધ વિધવા મહિલા પ્રતાપબેન ચંદ્રસિંહ બોડાણાએ નિર્ભયા ટીમના પ્રભાબેન ગોહિલ અને રેખાબેન ચૌધરીને અરજી આપેલ કે તેમનો નાનો દિકરો મનહરભાઈ ચંન્દ્રસિંહ બોડાણા ફળિયામાં જમીન કબજે કરવાનાં ઇરાદે ગાયો-ભેંસોને બાંધી તેમજ અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી માર મારે છે. જેથી આ બાબતે નિર્ભયા ટીમે તપાસ કરી તેમનાં ઘરની જગ્યા પરત અપાવી તથા દીકરા મનહરભાઇ બોડાણા વિરૂદ્ધ ગૂનો દાખલ કર્યો છે.

(11:22 pm IST)