Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

દેશનો અજોડ બંદોબસ્‍ત જોવા તમારા યુવા આઇપીએસને ગુજરાત મોકલો, ખૂબ ઉપયોગી થશે મુખ્‍ય

મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય સાથે પરામર્શ બાદ લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમાર દ્વારા તમામ રાજયોને નિમંત્રણ રથયાત્રા નિર્વિઘ્‍ને પસાર થાય તે માટે શાંતિ સમિતીની બેઠક જેસીપી એમ.એસ . ભરાડા, ડીસીપી અશોક મુનીયા અને એસીપી પ્રદીપ સિહ જાડેજા ટીમૅ દ્વારા સતત યોજાઇ સુંદર વાતાવરણ બનાવાયું છે : હિન્‍દુ મુસ્‍લિમ સમાજના ૧૭૫ વિદ્યાર્થીઓ અને વાલીઓને એક છત નીચે ભેગા કરી બહુમાન, જોઇન્‍ટ સીપી નીરજ બડ ગુજ્જરના માર્ગદર્શનમાં ડીસીપી જયદીપસિહ જાડેજા, એસીપી અજયસિહ જાડેજાના આ કાબિલેદાદ કાર્યક્રમમાં ઇન્‍ચાર્જ સીપી પ્રેમવિરસિહ પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા શાંતિના તમામ પ્રયાસો ભરપૂર પણ તકેદારી પણ જોરદાર, આઇબી વડા અનુપમસિહ ગેહલોત ટીમ દરિયા, જમીન સરહદ પર બાજ નજર રાખે છે, અજયકુમારી ચૌધરના નેતૃત્‍વમાં સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ રાઉન્‍ડ ધ કલોક ધમધમે છે

રાજકોટ તા.૮: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિઘ્‍ને પસાર થાય તે માટે રાજયના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમાર હોય કે આઇબી વડા અનુપમસિહ ગેહલોત કે પછી રથયાત્રાની થીમ તૈયાર કરવાની જવાબદારી છે તેવા સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા અજય ચૌધરી અને આખી રથયાત્રાની સિદ્ધિ જવાબદારીઓ જેમના પર છે તેવા ઇન્‍ચાર્જ પોલીસ વડા પ્રેમવીર સિહ અને ટીમ સહિત બન્ને સેકટર વડા નીરજ બડ ગુજ્જર અને એમ એસ . ભરાંડાના નેતૃત્‍વ હેઠળ આખી સંકલિત વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે તેની વિગત ખૂબ રસપ્રદ છે.

રાષ્ટ્રીય પ્રેમ દર્શાવતી ફિલ્‍મ તિરંગામાં કેપ્‍ટન સૂર્યદેવ સિહનું પાત્ર ભજવતા રાજ કુમાર પોતાના ગર્મ મિજાજી વારંવાર સસ્‍પેન્‍ડ થતાં પીઆઇ એવા વાગલેને કહે છે કે સુધી લાત નહિ, અર્થાત્‌ બળ પ્રયોગ ના ઇલા જે જ કરાય ,પહેલા મુલાકાત, વાત અને આ બધું કરવા છતાં કોઈ અસામાજિક ન માની ગરબડ કરે તો જ લાત, અમદાવાદ પોલીસ બસ આવી રીતે જ કાર્ય કરે છે.

અમદાવાદ શહેર ખાતે તાજેતરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસધાને વિસ્‍તારના આગેવાનો તથા શાંતિ સમિતીના સભ્‍યો સાથે મિટીંગ કરી, રથયાત્રા શાંતિપુર્ણ વાતાવરણમાં ભાઇચારા અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન કરવાના ભાગરૂપે અમદાવાદ શહેરના ઇન્‍ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવિરસિંઘ, સંયુકત પોલીસ કમિશનર, સેકરટ ૨ શ્રી એમ.એસ ભરાડા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ૬ શ્રી એ.એમ.મુનીયા દ્વારા જુદા જુદા વિસ્‍તારમાં મહોલ્‍લા મીટીંગો તથા શાંતિ સમિતિની મીટીંગોની દોર ચાલુ કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેરના સંયુકત પોલીસ કમિશનર, સેકટર ૨ શ્રી એમ.એસ ભરાડા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ૬ શ્રી એ.એમ.મુનીયા દ્વારા આપવામાં આવેલ સુચના આધારે, અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્‍થાનિક ઇસનપુર પીઆઇ ડી.ડી.ગોહિલ, મણિનગર પીઆઇ ડી.પી.ઉનડકટ તથા જીઆઇડીસી વટવા પીઆઇ એન.ડી.નકુમ સહિતના સ્‍ટાફ દ્વારા મણિનગર, ઇસનપુર, વટવા તેમજ વટવા જીઆઇડીસી વિસ્‍તારના તમામ શાંતિ સમિતીના સભ્‍યો તથા પોલીસ અધિકારીઓ દ્વારા એક સંયુકત શાંતિ સમિતિની મિટિંગનું આયોજન વટવા જીઆઇડીસી ખાતે કરવામા ંઆવેલ

રથયાત્રામાં બન્ને કોમ વચ્‍ચે ભાઈચારો બની રહે તે માટે સેકટર,૧ વડા નીરજ બડ ગુજ્જર જેવા પ્રજા સાથે ખૂબ સરળતાથી ભળી જતા અને અસામાજિક તત્‍વો સામે કડક હાથે કામ લેવાની છાપ્‌ ધરાવતા અધિકારીને રથયાત્રા વિસ્‍તારના બન્ને કોમના યુવાનો વચ્‍ચે ક્રિકેટ ટ્રુનામેન્‍ટ જવાબદારી ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવિરસિંહ દ્વારા સુપ્રત કરવામાં આવી છે. આ વિસ્‍તારમાં બન્ને કોમના લોકો એક છત હેઠળ એકઠા થાય તે માટે આ વિસ્‍તારના તેજસ્‍વી બાળકોના સન્‍માન કાર્યક્રમ ડીસીપી જયદીપસિંહ જાડેજા ટીમ દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરેલ. જેમાં પ્રેમવિરસિંહ અને નીરજ બડ ગુજ્જર પણ વિશેષ ઉપસ્‍થિત રહેલ.

રાયફલ ક્‍લબ ખાતે ડીસીપી જયદીપસિહ જાડેજા અને એસીપી અજયસિહ જાડેજા ટીમ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ ૧થી ૧૨ સુધીના કુલ ૧૭૫ બાળકોને સન્‍માનવામાં આવેલ.વાલીઓની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ અને કીટ વિતરણ સીપી, જોઇન્‍ટ પોલીસ કમિશનર અને એસીપી વિગેરે હસ્‍તક થયેલ.

(5:32 pm IST)