Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

અમદાવાદમાં ૨૨ હજાર ઇલેટ્રીક ૩ વ્‍હીલર, ૧૨ કાર અને ૫ હજાર થ્રી વ્‍હીલરનું વેંચાણ : વધુ ૧૨ ચાર્જીંગ પોઇન્‍ટ ખુલ્લા મુકાશે

આવનારા સમયમાં એપ્‍લીકેશન દ્વારા સ્‍લોટ બુકિંગની સુવિધા મળશે

અમદાવાદ શહેરમાં જુલાઈના અંત સુધીમાં ૧૨ ઈલેક્‍ટ્રિક વાહન ર્ચાજિંગ સ્‍ટેશન શરૂ થશે, હાઈ પાવર ઈલેક્‍ટ્રિક ર્ચાજિંગ સ્‍ટેશન પર ૩૦ થી ૪૦ મિનિટમાં વાહનનું સંપૂર્ણ ર્ચાજિંગ થઈ જશે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં વિવિધ સ્‍થળોએ ર્ચાજિંગ સ્‍ટેશન માટે ટેન્‍ડર બહાર પાડ્‍યા છે. આ યોજનાને પબ્‍લિક -ાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ પરવાનગી આપવામાં આવી છે.

 એક અંદાજ મુજબ અમદાવાદમાં અત્‍યાર સુધીમાં ૨૨ હજાર ઈલેક્‍ટ્રીક ટુ વ્‍હીલર, ૧૨૦૦ ફોર વ્‍હીલર અને લગભગ ૫ હજાર થ્રી વ્‍હીલરનું વેચાણ થયું છે. એપ દ્વારા સ્‍લોટ બુકિંગની સુવિધા પણ આપવામાં આવશે જેથી લોકોને ર્ચાજિંગ સ્‍ટેશનો પર રાહ જોવી ન પડે. જે જગ્‍યાએ ઈવી ર્ચાજિંગ સ્‍ટેશન શરૂ કરવામાં આવશે તેમાં ઈન્‍કમટેક્‍સ, કાંકરિયા, સિંધુ ભવન, પ્રહલાદ નગર, મોટેરા, નરોડા, બાપુનગર, ચાંદખેડા અને નિકોલ સામેલ છે.

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે તેનો ઉદ્દેશ કાર્બન ઉત્‍સર્જન ઘટાડવાનો અને પર્યાવરણને અનુકૂળ પરિવહન તરફ આગળ વધવાનો છે. રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર બંને ઇલેક્‍ટ્રિક વાહનોની ખરીદી પર ભાર આપી રહ્યાં છે.

(5:42 pm IST)