Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વાવાઝોડુ ૨૪ કલાકમાં વધુ મજબૂત બની સિવિયર સાયકલોનમાં પરીવર્તીત થશે : સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્‍તારોમાં વરસાદ ખાબકશે

રાજકોટઃ હવામાન ખાતાએ જણાવ્‍યું છે કે દક્ષિણ પヘમિ ચોમાસાનું કેરળમાં  આગમન થઇ ગયું છે જયારે વાવાઝોડુ બીપરજોય હાલ પોરબંદર થી ૯૩૦ કિ.મી, મુંબઇ થી ૯૦૦ કિ.મી, ગોવાથી ૮૫૦ કિ.મી. દુર છે . આ વાવાઝોડુ આગામી ૨૪ કલાકમાં હજુ વધુ મજબૂત બની સિવિયર સાયકલોનમાં પરીવર્તીત થશે. આ વાવાઝોડુ હાલ  ઉતર-ઉતર-પヘમિ તરફ આગળ વધી રહયું છે. આ વાવાઝોડાની અસરરૂપે તા. ૧૧,૧૨ જૂને સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્‍તારોમાં વરસાદ પડશે.

(6:12 pm IST)