Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વાવાઝોડુ ‘‘બિપોરજોય'' પોરબંદરથી ૯૩૦ કી.મી.અને મુંબઇથી ૯૦૦ કી.મી.દૂર પહોંચ્‍યું: ૪ કી.મી. ઝડપે આગળ વધે છેઃ ર૪ કલાક સુધીમાં વધુ તીવ્ર બની ઉત્તર-ઉત્તર પヘમિ તરફ ૩ દિવસ આગળ વધતુ રહેશે

હવામાન ખાતાની ર.રપ વાગ્‍યાની આગાહી

અત્‍યારે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સ્‍પીડ પ્રતિ કલાક ૧૩પ થી ૧૪પ કિ. મી. ની છે, વાવાઝોડાની સ્‍પીડ ૧૬૦ કિ. મી. છે જે વધીને આવતી કાલે ૯ જુન સુધીમાં ૧૭૦ ઝટકાની સ્‍પીડ  ૧૭૦ કી.મી. પ્રતિ કલાકની પહોંચવા સંભવઃ

૧૩ જુન સુધીમાં ઝડપ ઘટીને પ્રતિ કલાક ૧૧પ થી ૧રપ કિ. મી. અને ઝટકાની ૧૪૦ કિ. મી. થશે. ‘વેરી સીવીયેર સાયકલોનીક સ્‍ટોર્મ' (અતિ ગંભીર વાવાઝોડુ) ની કેટેગરીમાં દર્શાવાયું છે. ૧ જૂને મહારાષ્‍ટ્ર-ગુજરાતના કાંઠે ૩પ થી ૪પ કિ. મી. ઝડપે, ૧ર જૂનના ૩પ થી ૪પ કિ. મી. ઝડપે પવન ફુંકાશે.

૧૧ અને ૧ર જૂને મહારાષ્‍ટ્ર-ગુજરાતના સાગરકાંઠે સમુદ્ર તોફાનીથી અતિ તોફાની રહેવા સંભવ હોવાનું ભારતીય હવામાન ખાતાની આજે બપોરે ર.રપ ની યાદી જણાવે છે. ૧૮ જૂને પોરબંદરથી (ર૦ કી. મી.) ૧૦ જૂને પોરબંદરથી ૭ર૦ કિ. મી. અને ૧૧ જૂને વાવાઝોડું બિપોર જોય પોરબંદરથી દક્ષિપ પヘમિે ૬૪૦ કિ. મી. દૂરથી પસાર થશે.

(6:10 pm IST)