Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વડોદરા:મનપા દ્વારા હાથીખાનામાં તેલના ચેકિંગના નમૂના લેવામાં આવ્યા

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે હાથીખાનામાં ચેકિંગ હાથ ધર્યું હતું અને અલગ-અલગ બ્રાન્ડના ખાદ્યતેલના નમૂના લઇ તપાસ માટે મોકલી આપ્યા હતા.

આ ઉપરાંત દાંડિયાબજાર, હાથીપોળ, લકડીપુલ વગેરે વિસ્તારમાંથી ઘી, માવો, પનીર, દૂધ તેમજ આજવા રોડ- વાઘોડિયા રોડ વિસ્તારમાંથી મરી-મસાલા, હળદર, મરચું, ગરમ મસાલો, જીરૃ વગેરે મળી કુલ ૪૫ નમૂના ખાદ્યપદાર્થોના લઇ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન  નિમિત્તે કોર્પોરેશને સયાજીબાગ અને રાત્રિબજાર ખાતે અવેરનેસ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૧૫૦ લોકોએ ભાગ લીધો હતો.ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા બટર, કોકોનટ ચટણી, તેલ, ગ્રીન ચટણી, રેડ ચટણી, સંભાર, રેડ ગાર્લિંક ચટણી, ચીઝ, મીક્ષ ફ્રુટ જામ, સીઝવાન સોસ, તંદુરી સોસ, ચીઝ મેયોનીઝ, ચોકલેટ, મીલ્કબાર, ચાટમસાલો, ઓરેન્જ ્જયુસ, દહીં, વગેરે મળી ૧૦૦ નમૂનાઓનું સ્થળ પર ચેકિંગ કર્યું હતું.

(6:04 pm IST)