Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વડોદરાના ન્યુ વીઆઈપી રોડની હોસ્પિટલમાંથી રોકડની ઉઠાંતરી કરનાર ગુનેહગારને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડની હોસ્પિટલમાંથી રોકડની ઉઠાંતરી કરનાર ગુનેગારને પોલીસે ઝડપી પાડયો છે. નારાયણ રેસિ કોમ ખાતે હોસ્પિટલ ધરાવતા ડો.નિતેશસિંગે પોલીસને કહ્યું છે કે,તા.છઠ્ઠીએ રાતે  ૨.૫૦ થી ૩.૧૫ વાગ્યાની વચ્ચે કોઇ શખ્સ કન્સલ્ટિંગ રૃમમાં ડ્રોઅરનું તાળું તોડી રોકડા રૃ.૧.૪૦ લાખમાંથી રૃ.૧.૧૫ લાખ ચોરી ગયો હતો.જેથી હરણી પોલીસે ગુનો નોંધ્યો હતો. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચે આજે હારૃનરસીદ ગુલામહુસેન (સના કોમ્પ્લેક્સ, બહાર કોલોની પાસે,આજવારોડ)ને ઝડપી પાડી હોસ્પિટલમાં ચોરેલા રૃપિયામાંથી રૃ.૩૫ હજાર કબજે કર્યા હતા.હારૃન અગાઉ લૂંટ, ચોરી અને મારામારી જેવા એકડઝન ગુનાઓમાં સંડોવાયેલો હતો.

(6:04 pm IST)