Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

મહુધા તાલુકાના ખાડીવાવ ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

નડિયાદ : મહુધા તાલુકાના ખાંડીવાવ ગામના એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી.આરોપી યુવક અને તેના મિત્રએ ભોગ બનનાર સગીરાને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.  મહુધા પાસેના ખાંડીવાવ ગામમાં રહેતા  કિરણ અમરાભાઈ સોઢાએ ગામની એક સગીરાને પામવા અવનવા પેતરા અજમાવવવાના શરૂ કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સમયે સમયે સંપર્ક થતા હતા. યુવાને મીઠી મીઠી વાતો કરી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.આશરે સાત એક માસ પૂર્વે એક દિવસ આ યુવાને સગીરાને ગામની સીમમાં લઈ જઈ તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું ત્યાર પછી યુવકે અવારનવાર ગામની સીમમાં સગીરા પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. જેથી આ સગીરા ગર્ભવતી બની હતી. જે અંગે સગીરાએ યુવકને વાત કરી હતી જેથી યુવકે અને તેના સાગરીત દશરથ રાવજી સોઢાએ આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની સગીરાને ધમકી આપી હતી.આ બનાવ અંગે મહુધા પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી સામે આઈપીસી ૩૭૬ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:05 pm IST)