Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સુરત મહાનગરની-૩, સુડાની-૧ અમદાવાદ મહાનગરની-૧ ભાવનગરની-૧ પ્રિલીમીનરી ટી.પી ને ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરી : રાજ્યમાં શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવતા મુખ્યમંત્રી : જાહેર સુવિધાઓ માટે સુરતમાં ર૬.૨૧ હેક્ટર્સ - અમદાવાદમાં ૩.૬૩ હેક્ટર્સ – ભાવનગરમાં ર.ર૧ હેક્ટર્સ અને બાવળામાં ૧૧.ર૬ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે ; આ ૬ પ્રિલીમીનરી ટી.પી અને ૧ ડ્રાફટ ટી.પી માં કુલ અંદાજે ર૬ હજાર EWS આવાસ નિર્માણ માટે જમીન ઉપલબ્ધ થશે

સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે : અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન અને ભાવનગરમાં ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે : બાવળા નગરની ડ્રાફટ ટી.પી મંજૂર: બાવળામાં પ૪.૮૮ હેક્ટર્સ જમીનની સંપ્રાપ્તિ થશે

   રાજકોટ તા.૮ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ જે ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે તેમાં સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની ૧-૧ પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની ૧ ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે.
 ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ર૭ ભટાર-મજૂરા, સ્કીમ નં.પ૧ ડભોલી, સ્કીમ નં. પ૦ વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ૮પ સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે.સુરત મહાનગરપાલિકાની આ ૩ પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ ૮.૯૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.એટલું જ નહિ, જાહેર સુવિધાના કામો માટે ૧૬.૯૬ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.આર્થિક રીતે નબળા વર્ગના EWS આવાસોના નિર્માણ માટે ૮.પ૮ હેક્ટર્સ જમીન પર ૭૬૦૦ આવાસોનું નિર્માણ થઇ શકશે
     સુરત શહેરી વિકાસ
 સત્તામંડળ-સુડાની  પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૮૫  સરથાણા
-પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી છે તેના કારણે જાહેર સુવિધાના કામો માટે ૯.રપ હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે ૬.૬૯ હેક્ટર્સ તેમજ પ૧૦૦ EWS આવાસો નિર્માાણ થાય તે હેતુસર પ.૭ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે.
    આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૧.૭૩ હેક્ટર્સ મળી સુડાની આ સ્કીમમાં અંદાજે કુલ ર૩.૪૧ હેક્ટર્સ જમીન અને સુરત મહાનગરની ૩ પ્રારંભિક ટી.પી સ્કીમમાં કુલ ૪૧.૦૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
    સુરત મહાનગરની ત્રણ પ્રારંભિક ટી.પી સ્કીમ સ્કીમ નં-૫૧ ડભોલી સ્કીમ નં-ર૭, ભટાર-મજૂરા અને સ્કીમ નં. પ૦ વેડ કતારગામ ત્રણેયમાં આંતરમાળખાકીય સુવિધાના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર કુલ મળીને ૬.૮૪ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થવાની છે
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જે ટી.પી સ્કીમ મંજૂર કરી છે તે અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૮૧ લાંભા-લક્ષ્મીપૂરા-૧ માં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૮.૦પ હેક્ટર્સ જમીન મળશે.
આ ઉપરાંત બાગ-બગીચા તેમજ રમત-ગમતના મેદાન માટે ૩.૧ર હેક્ટર્સ અને સામાજિક, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અંદાજે ર૭૦૦ આવાસોના નિર્માણ માટે ૩.૦૧ હેક્ટર્સ જમીન મળશે.
    ભાવનગર મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૭ અધેવાડાને પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે આ સ્કીમ મંજૂર થવાના કારણે કુલ ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે અને બાગ-બગીચા, રમત-ગમત મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે ૧.પ૭ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ર.૮૧ હેક્ટર્સ તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુ માટે ૪.પ૭ હેક્ટર્સ જમીન મળશે.
આ ઉપરાંત ભાવનગરની આ પ્રિલીમીનરી ટી.પી નં.૭ અધેવાડામાં ર.૯૪ હેક્ટર્સ જમીન પર ર૬૦૦ EWS આવાસોના બાંધકામ માટે પણ જમીન મળશે.મુખ્યમંત્રીશ્રીએ આ ત્રણ મહાનગરો ઉપરાંત અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૪ (બાવળા)ને પણ મંજૂરી આપી છે*.
આ સ્કીમમાં કુલ પ૪.૮૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે.
    બાવળાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં. ૪ માં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર રપ.૬૪ હેક્ટર્સ, ખૂલ્લા મેદાનો-બાગ બગીચા માટે ૭.૮૧ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૧૧.ર૬ હેક્ટર્સ તથા ૮ હજાર જેટલા EWS આવાસો માટે ૮.૯પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટી.પી સ્કીમ ગુજરાત ટી.પી સ્કીમ એેક્ટ ૧૯૭૬ અન્વયે બનાવવામાં આવે છે. આ લેન્ડ પુલીંગ મેથડમાં બધાજ જમીન માલિકોની જમીન એકત્ર કરીને સામાન્ય રીતે ૪૦ ટકા જમીન કપાતમાં લઇ ૬૦ ટકા જમીન માલિકને પરત આપવામાં આવે છે.
જે ૪૦ ટકા જમીન સંબંધિત  સત્તામંડળ એટલેકે મહાનગર પાલિકા કે શહેરી વિકાસ સત્તા મંડળોને સંપ્રાપ્ત થાય તે જમીનમાં રોડ-રસ્તા, બગીચા, મેદાન, EWS આવાસો, નેબરહૂડ સેન્ટર તેમજ આરોગ્ય અને શૈક્ષણિક હેતુની સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી ટી.પી સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે.

(3:17 pm IST)