Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અદાણી સ્પોર્ટ્સલાઇન અને રેડિયો મિર્ચી આયોજિત લીગ રાજકોટની કબડ્ડી અને ખો-ખો ટીમ હવે અમદાવાદમા રમશે

કબડ્ડીની બે ટીમ અને ખો-ખોની એક ટીમ રાજકોટમાં વિજેતા થતા હવે ફાઇનલ રાઉન્ડ અમદાવાદમાં : સુરત, વડોદરા અને અમદાવાદની ટીમ સાથે ફાઇનલમાં રમશે

રાજકોટ:અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા અદાણી સ્પોર્ટ્સલાઈન અને રેડીયો મિર્ચી આયોજિત બે દિવાસીય આંતરશાળા કબડ્ડી અને ખો-ખો લીગમાં રાજકોટની 30થી વધુ શાળાઓ વચ્ચે રમાઈ હતી. બે દિવસના અંતે કબડ્ડીની બે ટીમ અને ખો-ખોની એક ટીમ રાજકોટમાં વિજેતા જાહેર થઈ હતી. આ ત્રણ ટીમ હવે ફાઇનલ રાઉન્ડ અમદાવાદ ખાતે રમશે. 

રાજકોટની ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓમાથી કબડ્ડીની 32 ટીમ અને ખો ખોની 16  ટીમએ ભાગ લીધો હતો. કબડ્ડીની પ્રથમ ફાઇનલ આદર્શ નિવાસી શાળા, રાજકોટ અને સરદાર પટેલ વિદ્યા મંદિર વચ્ચે રમાઈ હતી જેમાં સરદાર વિદ્યા મંદિરએ ૪૨ પોઈન્ટ સામે જેમાં આદર્શ નિવાસી શાળાને ૪૯ પોઈન્ટ લઈને વિજેતા થઈ હતી. જ્યારે કબડ્ડીની બીજી ફાઈનલમાં પંચશીલ સ્કૂલના ૪૭ પોઈન્ટ સામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળએ ૮૭ બનાવી સરળતાથી વિજય હાંસલ કર્યો હતો. ખો-ખોની ફાઈનલમાં આદર્શ નિવાસી શાળાના ૨૫ પોઈન્ટ સામે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ માત્ર ૪ પોઈન્ટ જ બનાવી શકી હતી. હવે આદર્શ નિવાસી શાળાની કબડ્ડી અને ખો-ખોની ટીમ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની રાજકોટ વિજેતા ટીમ આ મહિનાના અંતમાં અમદાવાદ ખાતે સુરત, વડોદરા અને અમદાવાદની ટીમ સાથે ફાઇનલમાં રમશે

અદાણી સ્પોર્ટ્સલાઈનની ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ ગુજરાત જાયન્ટ્સની શરૂઆત ૨૦૧૭થી થઈ છે.મૂળ ભારતીય રમત એવી કબડ્ડી અને ખો-ખોને પ્રોત્સાહન માટે લિટલ જાયન્ટ્સ જેવી આંતરશાળા સ્પર્ધાની શરૂઆત કરી છે. આ ટુર્નામેંટ થકી જે પ્રતિભાશાળી ખેલાડી છે એને વધુ તક મળે એ જ આ સ્પર્ધાનો ઉદ્દેશ રહ્યો છે. રાજકોટમાં શાળા અને એના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો

(8:42 pm IST)