Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સાંસદે દેડિયાપાડાની જાહેર સભામાં પત્રકારો માટે અપમાનજનક નિવેદન કરતાં રોષ : પત્રકારોએ આપ્યું કલેકટરને આવેદન

-સાંસદ મનસુખ વસાવા માફી નહિ માંગે ત્યાં સુધી ગુજરાત સરકારનાં કાર્યક્રમનો બહિસ્કાર કરવાનો દેડીયાપાડા, સાગબારાનાં પત્રકારોનો નિર્ણય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાંસદ મનસુખભાઇ વસાવા એ જાહેરસભામાં પત્રકારો પર ખોટા આક્ષેપ લગાવી વાણી વિલાસ કરતા રોષે ભરાયેલા દેડીયાપાડા, સાગબારા તાલુકાના પત્રકારો એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
આવેદનમાં જણાવ્યા મુજબ દેડિયાપાડા ખાતે ભાજપ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી તેમાં સાંસદ મનસુખ વસાવા એ પત્રકારોનું અપમાનજનક નિવેદન કરતા અને પત્રકારો પર ખોટા આક્ષેપ કરતા પત્રકાર આલમમાં અઘાત સહિત રોષની લાગણી ફેલાય છે માટે પત્રકારો દ્વારા ભાજપ અને ગુજરાત સરકારનો કોઈપણ કાર્યક્રમનો બહિસ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે .દેડિયાપાડા વેરાઈ માતાના મંદિર ખાતે ૦૪ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ ભાજપ પ્રેરિત જાહેર સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરસભા માં બેફામ વાણી વિલાસ કર્યો હતો અને પત્રકારો ઉપર ખોટા આક્ષેપો કરી જણાવેલ કે પૈસા લઈને પત્રકારો સમાચાર છાપે છે.એવાને ઓળખી લો, આવા ખોટા ગંભીર આક્ષેપો સાંસદ મનસુખ વસાવાએ કર્યા હતા , શું પત્રકારો આદિવાસી પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ હલ કરે છે એ દેખાતું નથી ? અને પત્રકારો જે લોકોની વાચા બને છે તેને દબાવવા સાંસદ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે . જેને દેડિયાપાડા અને સાગબારાનાં પત્રકારો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને વિરોધ કરે છે.
સાથે સાથે જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવા માફી ન માંગે ત્યાં સુધી ભાજપ અને મનસુખ વસાવાના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર ચાલુ રહેશે તેવી ચીમકી પણ આ આવેદનમાં આપી છે.

(11:24 pm IST)