Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અમિયાર ગામના બસ સ્ટેન્ડ પાસે ટેમ્પોએ બાઈકને પાછળથી ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અમીયાર ગામના બસ સ્ટેન્ડ પાસે ટેમ્પો એ બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકનું મોત થતાં ટેમ્પો ચાલક અકસ્માત કરી નાસી છૂટયો હતો
મળતી માહિતી અનુસાર નિખિલ કિશનભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ દેવજીભાઇ રાધુભાઇ વસાવા (ઉ.વ .૬૪)( રહે.નવીફળી ( અમિયાર ) તા.સાગબારા જી.નર્મદા )નાઓ તેમની મો.સા.નંબર GJ 05 R7182 લઇને ખેતરેથી પરત તેમના ઘરે આવતા હતા તે વખતે  નવીફળી ( અમીયાર ) ગામના બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર ડેડીયાપાડા તરફથી સાગબારા તરફ આવતા આઇસર ટેમ્પો નંબર M H 18 BG 8057 ના ચાલક અનિલ શાલીવાન દેવરે( રહે.હેન્દ્વણ , તા.જી.ધુલીયા ( મહારાષ્ટ્ર ) નાએ તેનો ટેમ્પો પુરઝડપે હંકારી દેવજીભાઇ ની મો.સાને પાછળથી અથાડી એકસીડન્ટ કરી તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમનું સ્થળ ઉપર મોત નિપજાવી ટેમ્પો સ્થળ ઉપરથી લઇ નાસી જતાં સાગબારાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:27 pm IST)