Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

આખરે જમાલપુર APMC શાક માર્કેટ શરતોને આધીન શરૂ કરવા અમદાવાદ મનપાની મંજુરી

APMCની લેખિત રજૂઆત બાદ એએમસીએ શરતી મંજૂરી આપી

 

ગ્રેટ----

ફોટો apmc

અમદાવાદઃ શહેરની મધ્યમાં આવેલી જમાલપુર APMC શાક માર્કેટ શરતોને આધિન શરૂ કરવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનએ મંજૂરી આપી છે એપીએમસી એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યું હતું. તાજાતેરની પરિસ્થિતિ અને એપીએમસીની લેખિત રજૂઆતને ધ્યાનમાં લઇને કોર્પોરેશને શરતોનું સખ્તપણે પાલન કરવાની શરતોએ મંજુરી આપી છે.

જમાલપુર ખાતે આવેલ સરદાર પટેલ માર્કેટ યાર્ડ વર્ષો જૂની શાક માર્કેટ છે. ત્યાં વધતાં જતાં ધસારાને ધ્યાનમાં લઇને વેજલપુર ખાતે નવું એપીએમસી માર્કેટ યાર્ડ શરુ કરવામાં આવ્યું હતું. છતાં સરદાર પટેલ માર્કેટ યાર્ડ શહેરની મધ્યમાં આવેલ હોવાથી મોટાભાગના શાકભાજીના વેપારી તેમ લારીઓવાળા ત્યાંથી ખરીદી કરતા હતા.

કોવિડ 19ની મહામારી વચ્ચે પણ લોકોની ભીડ વધુ પ્રમાણમાં એકઠી થતી હતી. તેના કારણે સંક્રમણ થતું હોવાથી કોર્પોરેશને  તેને બંધ કરી દઇને અન્યત્ર સ્થળે ખસેડવામાં આવ્યું હતું. તે દૂર પડતું હોવાથી અને રીક્ષામાં અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી જેથી નાના વેપારીઓ ત્યાં ખરીદી કરવા જઇ શકતા હતા. પરિણામે નાના વેપારીઓ પરેશાન થઇ ગયા હતા. ત્યાં સુધી કે તેની અસર શાકભાજીના ભાવો પર પણ પડી હતી.

– APMCમાં કુલ 157 વેપારીઓમાંથી પ્રથમ દિવસે 53, બીજા દિવસે 53 અને ત્રીજા દિવસે 51 વેપારીઓને વેપાર કરવાની પરવાનગી.

યાર્ડના તમામ વેપારીઓ તથા તેમના તમામ સ્ટાફે માસ્ક પહેરવું, સેનેટાઇઝ રાખવું,

-દુકાનમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓ સાથે માસ્ક તથા સેનેટાઇઝરની ખાતરી કરવી અને સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવવું.

યાર્ડમાં શાકભાજીના ખરીદવેચાણની કામગીરી બપોરના 1થી 5 અને રાત્રિના 8થી સવારના 8 દરમિયાન કરવી.

પીકઅવર્સના દરમિયાન સવારના 8થી બપોરના 1 તથા સાંજે 5થી રાત્રિના 8 વાગ્યા સુધી  શાકભાજીની કામગીરી બંધ.

કેન્દ્ર સરકાર/રાજય સરકાર અને AMCના હાલના તથા વખતોવખત પ્રસિધ્ધ થતાં હુક્મો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવુ.

(12:39 am IST)