Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વલસાડઃ જમીનમાં 1 કિલોમીટર જેટલી તિરાડ પડતાં લોકોમાં ગભરાટ, 7 ફૂટ ઊંડો ખાડો પણ પડ્યો

વલસાડઃ  માણસને એક દિવસ હાથના કર્યા જ હૈયે વાગવાના તે નક્કી છે, કદાચ તેની આવનારી પેઢીએ આ કારણસર ઘણું ભોગવવાનું રહેશે. સતત વિવિધ સ્થાનો પર ભૂકંપ, પુર, વીજળી પડવી વગેરે જેવી કુદરતી ઘટનાઓમાં જાણે વધારો થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. દાદરાનગર હવેલી તથા વલસાડ ખાતે 4 અને 5 સપ્ટેમ્બરે રાત્રીના સમયે હળવા ભૂકંપના આંચકા આવ્યા હતા. જેને પગલે કપરાડા તાલુકાના ગિરનારા ગામે લગભગ એક કિલોમીટર જેટલી લાંબી તિરાડો પડી ગઈ હતી, કેટલીક જમીન બેસી ગઈ હતી. કેન્દ્રબિંદુ વાળી જગ્યા પર 7 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. રીતસર જમીન બેસી જ ગઈ હતી.કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારો ભૂકંપના આંચકાઓએ ભયનો માહોલ બનાવી મુક્યો છે. વલસાડના સરહદી ગામો ઉપરાંત દાદરાનગર હવેલીમાં આવેલા ભૂકંપની તિવ્રતા 4.0 હતી. જોકે તેમાં મોટું કોઈ નુકસાન કે જાનહાની ન થતાં લોકોએ હાંશકારો અનુભવ્ચો છે. પણ 5મીએ 10 વાગ્યાના સુમારે કપરાડાના ગિરિનારા ગામના પારસપાડા ફળિયાના નળગદેવ વિસ્તારમાં સરકારી શીરપડતર જમીનમાં ભૂકંપના જોરદાર આંચકાઓ આવ્યા હતા જેને કારણે એક કિલોમીટર લાંબી તિરાડ પડી જતાં સ્થાનીકો અચંબીત થઈ ગયા હતા. ત્યાંના લોકોનું કહેવું છે કે ભૂકંપને અનુભવી શકાયો હતો. 

 

(11:06 am IST)