Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમદાવાદ મનપાના 'બેસણા'નું આયોજન અટાકાવાયું: અનેક કાર્યકર્તાઓની અટકાયત

શહેરમાં વરસાદને કારણે ઠેરઠેર રોડ રસ્તા ધોવાઇ ગયા અને તૂટી ગયા હોવાથી વિરોધના ભાગરૂપે બેસાણાનું આયોજન કરાયું હતું.

અમદાવાદ :શહેરમાં હાલ કોરોના ઉપરાંત રોડરસ્તાને કારણે ટેન્શન હોય છે. ચોમાસામાં જે રીતે રોડ રસ્તા ધોવાઈ જાય છે તે જોતા લોકોને રસ્તાઓ પરથી પસાર થવું આકરું લાગે છે. આવામાં યૂથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પરવાનગી ન લીધી હોવાને કારણે પોલીસ દ્વારા આ કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

ફતેવાડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના "બેસણા"નું આયોજન અટકાવવામાં આવ્યું હતું. વેજલપુર વિધાનસભા યૂથ કોંગ્રેસ દ્વારા બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પરવાનગી ના લીધી હોવાને કારણે પોલીસે AMC નું બેસણું અટકાવ્યું હતું. પોલીસે બેસણા માટે 10 બાય 15 ના બનાવેલા સ્ટેજ પરથી પોસ્ટર ફાડ્યા હતા. અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેરઠેર રોડ રસ્તા ધોવાઇ ગયા અને તૂટી ગયા હોવાથી વિરોધના ભાગરૂપે બેસાણાનું આયોજન કરાયું હતું. જેમાં ટીપી 85 ના રોડનું કામ પાછલા 3 વર્ષથી બંધ હાલતમાં હોવાથી વિરોધ કરવાનું પ્લાનિંગ હતું.

(1:38 pm IST)