Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

માન્ય ડિગ્રી વગર ચાલતી પેથોલોજી લેબ સામે પગલા ભરવા લોકાયુકત સમક્ષ અરજી તપાસ

૧૧ સપ્ટે. સુધી તપાસ કરીને અહેવાલ રજૂ કરવા સુચના

રાજકોટ, તા. ૮ : માન્ય ડિગ્રી વાળા તબીબો પેથોલોજી લેબ ચલાવી શકે. આ પ્રકારના હવે લોકાયુકતમાં પહોંચ્યુ છે.

એમ.ડી. પેથોલોજી અથવા માન્ય ડિગ્રી ધારક જ પેથોલોજીકલ લેબોરેટરી ચલાવી શકે તેવા નિર્ણય સાથે ગેરકાયદે ચાલતી લેબોરેટરીઝ બંધ કરાવવા સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજય સરકાર અને પોલીસે પગલા ન લેતા હવે સમગ્ર પ્રકારના લોકાયુકત પાસે પહોંચ્યુ છે.

હાઈકોર્ટે અમાન્ય ડિગ્રી ધારકોની લેબોરેટીઝ બંધ કરાવવા ૨૦૧૦ અને સુપ્રિમ કોર્ટે ૨૦૧૬માં આદેશ આપ્યો છે. પરંતુ સરકારે કોઈ પગલા ન લેતા લોકાયુકતને અરજી કરવામાં આવી છે. જે અંગે લોકાયુકત કચેરીએ આરોગ્ય કમિશ્નરને તપાસ માટે સુચના આપી છે. આરોગ્ય વિભાગે તા.૧૧ સુધીમાં રાજયકક્ષાનો રીપોર્ટ લોકાયુકતને આપવાનો છે.

(2:50 pm IST)