Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

'હીરામણિ' શાળામાં શિક્ષણ દિનની ઓનલાઇન ઉજવણી

રાજકોટઃ અમદાવાદના હીરામણિ શિક્ષણ સંકુલમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન ૫ સપ્ટેમ્બરને દર વર્ષે 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે 'શિક્ષક દિન'ની ઉજવણી ઓનલાઇન કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની પસંદગીના વિષયનો ઓડિયો, વિડિયો બનાવી એક દિવસનું શિક્ષણકાર્ય કરી શિક્ષક બનવાવો આનંદ અનુભવ્યો હતો. આ ઉત્સાહ બદલ મેનેજમેન્ટ તેમજ શાળાના શિક્ષકો આનંદની લાગણી અનુભવી હતી. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખશ્રી નરહરિભાઇ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વરૂણભાઇ અમીન, સી.ઇ.ઓ ભગવતભાઇ અમીન, આચાર્યાશ્રી નિતાબેન શર્મા, કો. ઓર્ડિનેટરશ્રી ભાગ્યેશભાઇ જોષીએ વિદ્યાર્થીઓને શિક્ષકદિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતી-અંગ્રેજી બન્ને માધ્યમની ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક દિન ઉજવાયો હતો.

(3:33 pm IST)