Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સુરતના કતારગામમાં એપાર્ટમેન્ટના ધાબા પર મહિલાએ શરૂ કરેલ જુગારધામ પર પોલીસે છાપો મારી ચાર શખ્સોને ઝડપ્યા: મહિલા વોન્ટેડ

સુરત: શહેરમાં કતારગામ પોલીસે ગતસાંજે પટેલ ફળીયું શ્રેયાંશવીલા એપાર્ટમેન્ટના ધાબા ઉપર તે એપાર્ટમેન્ટમાં જ રહેતી મહિલાએ ચાલુ કરેલા જુગારધામ ઉપર છાપો મારી એક વિદ્યાર્થી, બે વેપારી, બે રત્નકલાકારને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.32,090 અને પાંચ મોબાઈલ ફોન સહિત રૂ.60,090 નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા ન મળતા તેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, કતારગામ પોલીસે મળેલી બાતમીના આધારે ગતસાંજે ચાર વાગ્યાના અરસામાં કતારગામ પટેલફળીયુ શ્રેયાંશવીલા એપાર્ટમેન્ટના ધાબા ઉપર છાપો મારી ત્યાં જુગાર રમતા વિદ્યાર્થી હિમાંશુ દિનેશભાઈ રાજપરા ( ઉ.વ.25, રહે. મકાન નં301, ગણેશ ભુવન, ઈશ્વરક્રુપા સોસાયટી, લંબેહનુમાન રોડ, વરાછા, સુરત. મુળ રહે. જુનાગઢ ), બે વેપારી ધીરજગીરી સાદુલગીરી ગોસાઈ ( ઉ.વ.50, રહે. મકાન નં.202, મુદ્રા એપાર્ટમેંટ, ડેરી ફળીયુ, કતારગામ, સુરત. મુળ રહે. બોટાદ ) અને રાકેશ કાનજીભાઈ ચૌહાણ ( ઉ.વ.25, રહે. મકાન નં.301, એમ.ડી પાર્ક એપાર્ટમેન્ટ, કલમપાર્ક સોસાયટી, માતાવાડી, વરાછા, સુરત. મુળ રહે. અમરેલી ), બે રત્નકલાકાર જીલેશ ભાવેશભાઈ જાવીયા ( ઉ.વ.25, રહે.મકાન નં.143, એમ.ડી પાર્ક એપાર્ટમેન્ટ, કલમપાર્ક સોસાયટી, માતાવાડી,વરાછા, સુરત. મુળ રહે.રાજકોટ ) અને કમલેશ હંસરાજભાઈ કલોલા ( ઉ.વ.39, રહે. મકાન નં.150, શિવ બંગલો, ઉમરા ગામ, તા. ચોર્યાસી જી. સુરત. મુળ રહે. મોરબી ) ને ઝડપી લીધા હતા.

(5:36 pm IST)