Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સુરતના વરાછામાં ફાઈનાન્સનો વ્યવસાય કરતા યુવાનને નકલી ઓળખ આપી ગઠિયાએ નકલી સોનાની ચેઇન પધરાવી 61 હજાર ચાઉં કરતા ગુનો દાખલ

સુરત:ના વરાછા વિસ્તારમાં ફાઈનાન્સનો વ્યવસાય કરતા અડાજણના યુવાનને પોતાની ઓળખ પુરોહિત સમાજના અગ્રણી તરીકે આપી તેમજ હું સમાજનું આગળ પડતું કામ કરૂ છું, મારે પૈસાની જરૂર છે તેમ કહી ગઠીયો સોનાની નકલી ચેઇન આપી ગઠીયો રૂ.61,500 લઈ ગયો હતો. ફાઇનાન્ન્સરને ચેઇન નકલી હોવાની જાણ થતા તેમણે ગઠીયાને વારંવાર ફોન કર્યો હતો છતાં તે પૈસા પરત કરવા આવ્યો જ ન હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ બનાસકાંઠાના વતની અને સુરતમાં અડાજણ ભુલકાભવન સ્કુલની બાજુમા અક્ષરજ્યોત કેમ્પસ ચંપા નગરી એપાર્ટમેન્ટ મકાન નં.206 માં રહેતા 34 વર્ષીય અંકુરભાઇ પ્રવીણભાઇ શાહ વરાછા સ્વામીનારાયણ નગર સોસાયટી વિભાગ 2 પ્લોટ નં.55 દુકાન નં.1 માં પી.એલ.ચોક્સીના નામે ફાઈનાન્સનો વેપાર કરે છે. ગત 24 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે એક વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો અને પ્રવિણભાઇ ક્યાં છે તેમ પૂછતાં અંકુરભાઈએ તે ડિંડોલીમાં દુકાન ભાડે રાખી વેપાર કરે છે તેમ જણાવ્યું હતું. તે વ્યક્તિએ હું પુરોહિત સમાજનો છું અને હું સમાજનું આગળ પડતું કામ કરું છું, પ્રવિણભાઇએ અને તેમના ભાઈઓ મને સારી રીતે ઓળખે છે, મારે પૈસાની જરૂર છે, હું સોનાની ચેઇન ગીરવે મુકીશ, જો તમે નહીં આપો તો હું પ્રવિણભાઈ પાસે જઈશ તેમ કહેતા અંકુરભાઈ તેને પૈસા આપવા તૈયાર થયા હતા.

(5:37 pm IST)