Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વિરમગામના કેશવપુરા પ્રાથમિક શાળા ધોરણ-7ના વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર અપાયું

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા (વિરમગામ) : અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના અંતરીયાળ નળકાંઠા વિસ્તારમાં આવેલ  કેશવપુરા પ્રાથમિક શાળા  ધોરણ-7ના વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર  આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. આકાશ ચંદુભાઇ ઝેઝરીયા નામના વિદ્યાર્થીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલનાં હસ્તે પારિતોષિક મેળવીને કેશવપુરા પ્રાથમિક શાળા અને ગામ સહિત  વિરમગામ તાલુકા નું ગૌરવ વધારેલ છે.  નળકાઠાનાં આગેવાનો ભયરામભાઈ તળપદા, કનુભાઈ કો.પટેલ , હરશનભાઈ વિ. કેશવપુરા પ્રાથમિક શાળા નાં શિક્ષકગણે વિદ્યાર્થી આકાશને અભિનંદન પાઠવીને
 આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી છે.

(7:26 pm IST)