Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વન મહોત્સવ-2020 અંતર્ગત વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિરમગામ પોલીસ લાઇનમા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વન મહોત્સવ-2020 અંતર્ગત વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વિરમગામ ટાઉન પોલીસ લાઇનમા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં વિરમગામ પોલીસ દ્વારા વિવિઘ જગ્યાઓએ 1200 જેટલા વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિરમગામ ટાઉન-રૂરલ પોલીસ સ્ટાફ,રાજકીય હોદ્દેદારો, સામાજીક કાર્યકરો, વકીલો, પત્રકારો સહિત સામાજીક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(8:37 pm IST)