Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

આને કહેવાય મરદનુ ફાડીયુ નર્મદા જિલ્લામાં એક બુટલેગર ૪૮ વિદેશી દારૂની બોટલો શરીર સાથે બાંધીને બિન્‍દાસ પસાર થયો

બુટલેગરના આવા દારૂ શેરફેરના નવતર પ્રયોગથી પોલીસ પણ ચોંકી ગઇ રાત્રી પેટ્રોલીંગ દરમિયાન સ્‍કૂટર પર નીકળેલ શખ્‍સને પોલીસે રોકતા દારૂની હેરફેરનુ નવતર રેકેટ ઝડપાયુ

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના રાજપીપળાના નાંદોદ તાલુકાના વણઝાર ગામેથી પોલીસે એક  ટુ વ્‍હીલરને અટકાવી તલાસી લેતા વિદેશી દારૂની હેરફેરનોએક નવતર પ્રયોગ પોલીસને જાણવા મળતા પોલીસ પણ ચોકી ગઇ હતી.

હાલમાં નર્મદા જિલ્લા સહિતત સમગ્ર ગુજરાતમાં પોલીસ દારૂની હેરાફેરી પર સઘન વોચ રાખી રહી છે.પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગથી માંડીને અંતરિયાળ અને અન્ય રાજ્યોના બોર્ડર વિસ્તારમાં સાથે જોડાયેલા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા LCB દ્વારા પોતાના શરીર પર દારૂની બોટલો બાંધી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળા પોલીસના રાત્રિ કોમ્બિંગ દરમિયાન ઝડપાયો

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના આદેશ મુજબ નર્મદા LCB PI એ.એમ.પટેલ, PSI સી.એમ.ગામીત સહિત અન્ય પોલીસ કર્મીઓએ રાત્રી દરમિયાન કોમ્બિંગ કરી રહ્યા હતા ત્યારે નાંદોદ તાલુકાના વણઝર ગામની કેનાલ પાસે એક ટીવીએસ વિક્ટર મો.સા.નં. GJ 22 9864 પર જઈ રહેલા નિલમભાઇ નરપતભાઇ વસાવા પર શંકા જતા એને ઉભો રાખી પૂછપરછ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એના શરીર પરથી ઈંગ્લીશ દારૂના 48 નંગ કવૉટરિયા પોલીસને મળી આવ્યા હતા.રાજપીપળા પોલીસે બુટલેગરને પકડી કાર્યવાહી હાથ ધરી છે. નર્મદામાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે સખત પગલાં લેવા તથા વધુમાં વધુ વૉચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા પોલીસ દ્વારા સઘન ચેકીંગને પગલે અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

બાપુના રાજ્યમાં દારુબંધ છતાં

ગાંધી બાપુના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બુટલેગરો કોઇને કોઇ યુક્તિ અજમાવી ધંધો કરવામાં સફળ રહે છે. તેમાં એવો આક્ષેપ પણ ઘણી વખતે થાય છે કે પોલીસ સાથેની સાંઠ-ગાંઠને કારણે આ બધુ ફાલી ફૂલી રહ્યું છે. એક બાજુ રાજ્ય સરકાર કડક જારુબંધીના અમલનો દાવો કરે છે. ત્યારે આવા કિસ્સા તેની ચાડી ખાય છે.

(10:28 pm IST)