Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ચોમાસું લંબાયું : રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

દરિયાકાંઠે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ : રાજયમાં વરસાદની હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. આગામી 8 થી 12 ઓક્ટોબરના રોજ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

આ વર્ષે કચ્છમાં ચોમાસુ 110 દિવસનું રહ્યું હતું અને કુલ 111 ટકા વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે કચ્છમાં 20-25 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લે છે પરંતુ ગુલાબ અને શાહીન વાવાઝોડાની વારા ફરતી અસર થઈ હોવાના કારણે આ વખતે ચોમાસું લંબાયું હતું. અહીં સતત ત્રીજા વર્ષે સીઝનનો સરેરાશ વરસાદ 100 ટકાને પાર થયો હતો.

હવામાન વિભાગની આગાહીના પગલે કહેવાઈ રહ્યું હતું કે નવરાત્રિ પહેલાં જ એટલે કે 6 ઓક્ટોબર પહેલા ચોમાસું ખતમ થઈ જશે પરંતુ હવે કહેવાઈ રહ્યું છે કે 12 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ચોમાસું કાયમ રહેશે.

(8:48 pm IST)