Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજપીપળામાં સરકારની ગાઈડલાઈન સાથે 12 ઠેકાણે ગરબા યોજાશે:રાતે 12 વાગ્યા સુધી પોલીસે પરવાનગી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજથી શરૂ થનારી નવરાત્રી માટે સરકારે આંશિક છૂટ આપી હોવાથી યુવાધન ભારે ખુશ છે ત્યારે રાજપીપળા શહેરમાં અલગ અલગ જગાયાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ 12 ઠેકાણે ગરબા માટે આયોજકો એ પોલીસ પરમિશન લીધી છે.

  રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચા. પી આઈ મોહનસિંહ ચૌહાણ ના જણાવ્યા મુજબ આ વર્ષે કોરોના ની ત્રીજી લહેર ના કારણે અમુક તહેવારો સરકારની ગાઈડલાઈન મુજબ નક્કી કરવામા આવ્યા છે ત્યારે આવતીકાલ થી શરૂ થતાં નવરાત્રીના પાવન પર્વ માટે રાજપીપળા શહેરમાં અલગ અલગ 12 જગ્યાઓ માટે આયોજકો એ પરવાનગી માંગતા સરકારી ગાઈડલાઈન મુજબ નિયમ મુજબના માણસો સાથે રાતે 12 વાગ્યા સુધી ગરબા માટે છૂટ આપવામાં આવી છે.નિયમનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

(10:48 pm IST)