Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ગુજરાતમાં બે ઝોનમાંથી ચોમાસાએ લીધી વિધિવત વિદાયઃ હવે નહિ આવે વરસાદ

ચોમાસુ લગભગ પૂર્ણાહુતિના આરે આવી ગયુ છેઃ સાથે જ નવરાત્રિ પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે

અમદાવાદ,તા.૮:ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદે લોકોને ત્રાહિમામ પોકારી દીધા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે આખરે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ લગભગ પૂર્ણાહુતિના આરે આવી ગયુ છે. સાથે જ નવરાત્રિ પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. સાથે જ ચોમાસુ પૂર્ણ થવાના સંકેત પણ હવામાન વિભાગે આપી દીધા છે.

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજયમાં ચોમાસુ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે. કચ્છ અને ઉત્ત્।ર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. હાલ કોઈ વિશેષ સિસ્ટમ અસ્તિત્વમાં નથી, પરંતુ સ્થાનિક વાતાવરણના કારણે હળવો વરસાદ આવી શકે. હજી પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી વાદળો બંધાઈ રહ્યા છે. આગામી ૩ દિવસમાં ચોમાસુ પૂર્ણ થવા તરફ વધુ આગળ વધશે.

હવામાન વિભાગે જણાવ્યું કે, હવે ચોમાસુ પૂર્ણ થવાના આરે આવી ગયુ છે. ૬ ઓકટોબરથી ચોમાસાની રાજયમાંથી વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજયમાં વરસાદની દ્યટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે.

(10:08 am IST)