Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સગીર દીકરીના લફરાથી કંટાળ્યા પિતાઃ એક-બે નહિ ૬ બોયફ્રેન્ડ સાથે ફરતી હતી

પોતાના મોજશોખ પૂરા કરવા માટે અમદાવાદની એક સગીરાએ પાંચ-છ બોયફ્રેન્ડ બનાવ્યા દીકરીની આ લત છોડાવવા માટે પિતાએ ૧૮૧ અભયમની ટીમની મદદ લીધી હતી

અમદાવાદ, તા.૮: આજના સમયમાં આડા રસ્તા પર જઈ રહેલા ટીનેજર્સને અટકાવવા બહુ જ જરૂરી બન્યુ છે. હાલ નજર હટી તો દુર્દ્યટના દ્યટી જેવા દ્યાટ સર્જાઈ રહ્યાં છે. ટીનેજર્સના આડા રસ્તે જવાના કિસ્સા સાંભળીને માતાપિતાનું મગજ ચકરાઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે અમદાવાદની એક સગીરાએ પાંચ-છ બોયફ્રેન્ડ બનાવ્યા હતા. દીકરીની આ લત છોડાવવા માટે પિતાએ ૧૮૧ અભયમની ટીમની મદદ લીધી હતી.

અમદાવાદમાં પિતા અને દાદીની સાથે રહેતી સગીરા ખરાબ રવાડે ચઢી ગઈ હતી. આ વિશે અભયમની ટીમે જણાવ્યું કે, અમારી ટીમને સગીરાના પિતાએ સંપર્ક કર્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, તેમની ૧૫ વર્ષની દીકરી બે મહિનાની હતી ત્યારે તેની માતા દ્યર છોડીને ભાગી ગઈ હતી. તેથી પિતા અને દાદીએ જ તેને ઉછેરી હતી. પિતાની આવક ખૂબ જ ટૂંકી હોવાથી તેઓ સગીરાના બધા શોખ પૂરા કરી શકે તેમ ન હતા. દીકરીના સારા ઉછેર માટે તેમણે બીજા લગ્ન પણ કર્યાન હતા. પરંતુ તેમની દીકરી મોજશોખના રવાડે ચઢી ગઈ હતી. તેણે પિતા પાસેથી રૂપિયા માંગવાની શરૂઆત કરી હતી. પરંતુ પિતા તેની ઈચ્છા પૂરી કરી શકે તેટલા સક્ષમ ન હતા. આ કારણે દીકરીએ બોયફ્રેન્ડ રાખીને પોતાના મોજશોખ પૂરા કરવાનું નક્કી કર્યુ.

પિતાએ કહ્યું કે, તેમની દીકરીએ મોજશોખ માટે એક નહિ, પણ પાંચ-છ બોયફ્રેન્ડ રાખ્યા હતા. આ જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે દાદીને કહ્યુ હતું કે, તે પોતાના રાતી કમાવીને રૂપિયા ખર્ચશે. આ માટે તેણે સેનેટરી નેપકીન વેચવાનો બિઝનેસ શરૂ કર્યાનું કહ્યુ હતું. પરંતુ કમાણીના બહાને તે બોયફ્રેન્ડ પાસેથી રૂપિયા લેતી હતી. બોયફ્રેન્ડ સાથે ફર્યા કરતી સગીરાએ મોડા દ્યરે આવવાનુ શરૂ કર્યુ હતું. જેથી દાદીએ તેને ઠપકો પણ આપ્યો હતો. જેથી તેણે દાદી સાથે પણ મારઝૂડ શરૂ કરી હતી.

આ વાતની જાણ થતા જ પિતાએ અભયમ ટીમનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે અભયમની ટીમે સગીરાનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. જોકે, બાદમાં સગીરાએ પોતાની ભૂલ સ્વીકારીને સીધા રસ્તે ચાલવાનુ નક્કી કર્યુ હતું.

(3:36 pm IST)