Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

તારાપુર તાલુકાના પાદરા ગામ નજીક માટી ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા 1 ડમ્પર સહીત 55 લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો

આણંદ: જિલ્લા ખાણખનીજ વિબાગન ટીમને મળેલ બાતમીના આધારે તારાપુર તાલુકાના પાદરા ગામે ઓચિંતી તપાસ હાથ ધરતા સાદી માટી ખનીજનુ ગેરકાયદેસર ખનન-પરિવહન થતુ હોવાનુ જણાઇ આવતા અધિકારીઓની ટીમે ૨ એસ્કેવેટર, ૧ જેસીબી, ૧ ડમ્પર સીઝ કરી ૫૫  લાખનો મુદ્દામાલ જપ્ત કરી તારાપુર પોલીસમથકને હસ્તક કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

જિલ્લા ખાણ ખનીજ વિભાગને તારાપુર તાલુકાના પાદરા ગામે સાદી માટીખનીજનુ ગેરકાયદેસર ખોદકામ- હેરાફેરી કરવામા આવી રહી હોવાની મળેલી ફરિયાદના આધારે વિભાગીય ટીમે  સ્થળ ઉપર તપાસ હાથ ધરતાં૨ એસ્કેવેટર, ૧ જેસીબી મશીન નં જી જે ૬ ઝેડ ૭૮૧૪ તથા ડમ્પર નં. જી.જે.૧. એટી ૩૩૨૧ને ઝડપી લેવામા આવ્યુ હતું. અનઅધિકૃત્ત ખનીજ ખોદકામ હિમતસિંહ રહે સુરતનાઓ દ્વારા કરવામા આવતુ હોવાનુ પ્રાથમિક તપાસમા જણાઇ આવ્યુ હતું.તેમજ એસ્કેવેટર મશીન જગદીશ ધંધુકાની માલિકીનુ હોવાનુ જણાઇ આવેલ છે. તેમજ કિરીટભાઇ સાઇટ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા તે સ્થળેથી ઝડપાયેલ છે. ગામની ખાનગી માલિકીની જમીનમાંથી સાદીમાટી ખનીજનુ ખોદકામ કરી તારાપુર-બગોદરા બની રહેલ રોડના કામમાં ઉપયોગમાં લેવાતુ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(6:05 pm IST)