Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુરતના ઈચ્છાનાથ વિસ્તારમાં પત્નીને ડિવોર્સ માટે દબાણ કરતા પતિને અદાલતે 10 હજાર ભરણ પોષણનો હુકમ કર્યો

સુરત: શહેરના ઈચ્છાનાથ વિસ્તારમાં રહેતી ત્યક્તા પરણીતાએ  ઘરેલું હિંસાના કાયદા હેઠળ ક નવસારીના કોન્ટ્રાક્ટર પતિ પાસેથી વચગાળાના ભરણ પોષણની કરેલી માંગને આજે સુરત ફેમીલી કોર્ટના જજ બીનાબેન એસ.ચૌહાણે માન્ય રાખી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી  પત્ની ને માસિક રૃ.10 હજાર લેખે ભરણ પોષણ ચુકવવા હુકમ કર્યો છે.

સુરતના ઈચ્છા નાથ ખાતે રહેતા વિધાતાબેનના લગ્ન વર્ષ-2002માં નવસારીના લુન્સીકુઈ ખાતે રહેતા રાજેશભાઈ સાથે થયા હતા.લગ્નજીવનથી એક પુત્રનો જન્મ થયા બાદ પતિ-સાસરીયાઓએ દ્વારા ઘરેલું હિંસા આચરવાનું શરૃ કર્યું હતુ. અગાઉ પતિ-સાસરીયા દ્વારા યોગ્ય સારવાર કરાવવાને બદલે પિયરીયાઓ પાસેથી જ ખર્ચ કરાવવા ત્રાસ આપતા હોવાથી સગર્ભા વિધાતાબેનને મીસકેરેજ થવા પામ્યુ ંહતુ.

નવસારીમાં કોન્ટ્રાક્ટર તરીકે ધંધો કરતા રાજેશભાઈએ સગીર પુત્રને પણ તેની માતા વિરુધ્ધ ખોટી ચડામણી કરીને પોતાના પક્ષમાં કરી લઈ તા.8-7-17 ના રોજ વિધાતાબેનને ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મુક્યા હતા.પતિ દ્વારા લગ્નબાહ્ય સંબંધ હોઈ છુટાછેડા માટે દબાણ કરી કાઢી મુક્યા બાદ ભરણ પોષણની વ્યવસ્થા કરી નહોતી. જેથી ત્યક્તા વિધાતાબેને પ્રીતીબેન જોશી તથા કુ.શિવાની ચાહવાલા મારફતે ઘરેલું હિંસાના કાયદા હેઠળ મૂળ અરજી ચાલે ત્યાં સુધી વચગાળાના ભરણ પોષણ માટે માંગ કરી હતી.

(6:10 pm IST)