Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જાહેર રસ્તા પર હોર્ડિંગ્સ લગાવવા મુદ્દે હાઇકોર્ટે કાન આમળ્યો : આટલા હોર્ડિંગ્સની પરવાનગી કેવી રીતે મળે?: AMC ને નોટીસ

લોકોની સલામતી જોખમાય તે રીતના હોર્ડિંગ, એલ.ઇ.ડી. બિલબોર્ડ,અને એલ.સી.ડી. બોર્ડ, કિઓસ્ક, ગ્લાસ ડિસ્પ્લે રાખવામાં આવતા હોવાની ફરિયાદ કરતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં :

અમદાવાદ :  જાહેર રસ્તાઓ પર નિયમભંગ કરી લોકોની સલામતી જોખમાય તે રીતના હોર્ડિંગ,  એલ.ઇ.ડી. બિલબોર્ડ,અને એલ.સી.ડી. બોર્ડ, કિઓસ્ક, ગ્લાસ ડિસ્પ્લે રાખવામાં આવતા હોવાની ફરિયાદ કરતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેના સુનાવણી દરમિયાન  HCએ સરકાર અને AMCને નોટિસ ઈશ્યુ કરી આગામી મુદ્દતમાં આ અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.જેની  વધુ સુનાવણી 7 નવેમ્બરના રોજ હાથ ધરાશે

જાહેર હિતની અરજી કરતા અરજદારે કોર્ટને કહ્યું હતું કે બિલબોર્ડ, LED બોર્ડ પર રોક લગાવામાં આવે કારણ કે ઘણીવાર રોડ પર લગાવતાં હોર્ડિગ્સ જોખમી બની શકે છે, હાલમાં નિયમોને આધીન બિલ્ડિંગ પર નહીં પણ જાહેર રસ્તા પર હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. જેથી વધુ વરસાદ, પવન કે વાવાઝોડાના વખતે આસપાસ રહેતા લોકોના માથે જીવનું જોખમ ઊભું થયું રહ્યું છે. કોર્ટે સુનાવણી દરમિયાન HCએ સરકાર અને AMCને નોટિસ ઈશ્યુ કરી આગામી  7 નવેમ્બરના રોજ જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે તથા સવાલ કર્યો છે કે આટલા હોર્ડિંગ્સની પરવાનગી કેવી રીતે મળે?

શહેરના વિવિધ જાહેર રસ્તાઓ અને ઇમારતો પર હોર્ડિંગ, બિલબોર્ડ, વિવિધ ઈલેકટ્રિક બોર્ડ, કિઓસ્ક, કાચ ડિસ્પ્લે માધ્મયથી આઉટડોર જાહેરાત  કરવામાં આવે છે. તેના નિયમ પ્રમાણે આ પ્રકારના મોટા હોર્ડિંગ અને બિલબોર્ડ મર્યાદિત ઇમારતો અને સ્ટ્રક્ચર પર જ મૂકી શકાય છે.પણ હાલમાં આવા જોખમી બોર્ડ ગમે ત્યાં મૂકી દેવાય છે. આ ઉપરાંત અમુક સલામત અંતર જાળવવાના નિયમ છે. જેથી આ હોર્ડિંગ આસપાસના રહેવાસીઓ અને અન્ય લોકો માટે જીવના જોખમ રૂપી ન બને. અરજદારનો આક્ષેપ છે કે તોકતે વાવાઝોડા દરમિયાન વધુ પડતાં હોર્ડિગ્સને કરાણે અનેક લોકો ઘાયલ થયા હતા અને તેમના જીવ પર બની આવી હતી આથી આ અંગે કોર્ટ જરુરી આદેશો આપે તો બિલબોર્ડ, LED બોર્ડ પર રોક લગાવી શકાય છે.

(8:23 pm IST)