Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોટી દેવરૂપણ પાસેના નાળા ઉપર થી પસાર થતા દંપતી પૈકી પતિનો પગ લપસતા પાણીમાં ડૂબી જતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામના નાળા પરથી પગપાળા જઇ રહેલા દંપતી પૈકી પતિનો પગ લપસી જતા પાણીમાં ડૂબવાથી તેમનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ નિર્મલાબેન સામસીંગભાઇ વસાવા(રહે. મોટીદેવરૂપણ નિશાળ ફળીયુ, તા.સાગબારા) એ પોલીસમાં જાણ કર્યા મુજબ તે તેમના પતિ સામસીંગ ભાઇ કાથાભાઇ વસાવા ઉ.વ.૪૫ સાથે મોટીદેવરૂપણ ગામના નાળા ઉપર બનાવેલ પુલ જે ઉકાડઇ ડેમના આશરે ત્રણ ફુટ જેટલા પાણીમા ડુબેલ હોય જે પુલ ઉપરથી ચાલતા પસાર થતા હતા તે સમયે પતિનો પગ અચાનક પુલ ઉપરથી લપસી જતા પુલ નીચે આવેલ ઉકાઇ ડેમના આશરે વીસેક ફુટ ઉંડા પાણીમા ગરકાવ થઇ ડુબી જતા સામસિંગ વસાવાનું મોત નિપજતા સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:20 pm IST)