Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુરતના વરાછામાં કડાકા ભડાકા સાથે 2 કલાકમાં 2 ઈંચ ખાબક્યો : પુણા ગામમાં વીજળી પડતા પાણીના ટાંકાનો કોર્નર તોડી નાખ્યો

સુરતના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પરંતુ વરાછા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો

 

સુરતના વરાછામાં કડાકા ભડાકા સાથે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, પુણા ગામમાં વીજળી પડતા પાણીના ટાંકાનો કોર્નર તોડી નાખ્યો હતો.

સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી થતી હતી. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે ફરી વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થતાં સુરતના સૌથી પ્રભાવિત વિસ્તાર વરાછા એ અને વરાછા બી ઝોન હતો

સુરતના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ હતો પરંતુ વરાછા વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે પુણા ગામમાં પુણા ગામ રાજ પેલેસ એચ વિંગના પાણીના ટાંકા ઉપર વીજળી પડતા સિમેન્ટના ટાંકાનો કોર્નર ફાડી નાખ્યો હતો

(12:32 am IST)