Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સુરતમાં ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા બે વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં: ૭દી' શાળા બંધ

અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓ પોઝિટિવ : મનપા દ્વારા ૧૨૦ વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ

સુરત,તા. ૮ : સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગઈ કાલે અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું.

સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા ૧૨૦ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતો, આમ એકાએક કોરોના કેસમાં ઉછાળો આવતા સુરત મનપા દ્વારા માસ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલ ૭ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શાળામાં બે બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય બાળકોમાં સંક્રમણ ફેલાવાની આશંકાએ શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે, મનપાના નિર્દેશ બાદ શાળાને ૭ દિવસ માટે બંધ કરાઈ છે.

(2:57 pm IST)