Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

૭ દિવસમાં ચાર્જશીટથી માંડી ફાંસી સુધીની કવાયત : ભીતરી કથા

અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર ઉપર ૨૬૪ પાનાનુ ચાર્જશીટ તૈયાર કરવા માટે એફએસએલ પાસે ફકત ૫ દીવસમાં રિપોર્ટ મેળવવામાં આવેલ, રેરેસ્ટ ઓફ ધ રેર કેશ : પોલીસ કમિશનર અજય કુમાર તોમરે પ્રથમ દિવસે જ ૨૫૦ પોલીસ ટીમ મેદાને ઉતારવા સાથે કેસમાં ગરીબ પરિવારને ન્યાય આપવવા માટે મૂળ રાજકોટના ૨ પોલીસ અધિકારીઓ એસીપી જય કુમાર પંડયા અને જે.પી.જાડેજાને સરકારી વકીલ સાથે રોજે રોજ સંપર્કમાં રહેવા સોંપેલ કામગીરી આ બન્ને અધિકારીઓ દ્વારા ખૂબ નિષ્ઠાથી નિભાવવામાં આવેલ : સામાન્ય અને ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી : પણ પોલીસ સાથે રહ્યા અને તમામ કાર્યવાહી ઝડપી બને તે માટે દિલથી પ્રયાસો કરેલ

 રાજકોટ તા.૮, સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ખાતે પોર્ન ફિલ્મો જોઈ અઢી વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર ગુડ્ડુ યાદવ સામેનો કેસમાં પ્રોકસો કોર્ટના જજ શ્રી. પ્રકાશચંદ્ર કાલરા દ્વારા રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માની ફાંસીની સજા કરી છે ત્યારે સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમર, મૂળ રાજકોટના વતની એવા એસીપી જય કુમાર પંડયા, રાજકોટ પંથકના પીઆઇ જે.પી.જાડેજા વેગેરે દ્વારા સરકારી વકીલ નયન સુખડવાલા સાથે સતત પોલીસ કમિશનરનાં આદેશ મુજબ સાથે રહી,અને પ્રજા હિતમાં સુરતના ધારાસભ્ય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સક્રિયતા દેખાડતા મામલો અંજામ સુધી પહોંચ્યો હતો તેની અથાગ જહેમતની કે જેની નોંધ ગૃહમંત્રી દ્વારા જાહેરમાં લેવાઈ છે તેની દુષ્કર્મ થી ફાંસીની સજા સુધીની ભીતરી કથા ખૂબ રસપ્રદ હોય અકિલાના વાચકો માટે અત્રે પ્રસ્તુત છે.

ગુનો બન્યો તા. ટાઃ- તા.૦૪/૧૧/૨૦૨૧ કલાક ક.-૨૧/૦૦ વાગ્યાના સુમારે, ગુનો જાહેર તા.ટા.- તા.૦૫/૧૧/૨૦૨૧, કલાક-૦૦/૧૫ વાગ્યે. (પીએસઆઇ)કલાક. ૦૦/૩૦ (પીએસઓ), ગુનાની જગ્યાઃ- સુરત પાંડેસર, વડોદ ગોકુલધામ આવાસની સામે, ભગવતિનગર પ્લોટ નં.-૩૪ની સામે જાહેરમાં, આ કામે ફરીયાદીશ્રી, દેવપ્રકાશ ગનોરી મિસ્ત્રી નાંઓની દિકરી પ્રજ્ઞાભારતી ઉ.વ.૨ વર્ષ, ૬ માસની તા.૦૪/૧૧/૨૦૨૧નાં રોજ પોતાના ઘર સામે રમતી હતી તે વખતે રાતના નવેક વાગે કોઇ અજાણ્યા ઇસમ તેણીનું અપહરણ કઈ લઈ ગયા બાબતેની ફરીયાદ ભોગ બનનારના પિતા નાઓએ પાંડેસરા પો.સ્ટે.માં નોંધાવતા પ્રથમ પાંડેસરા પો.સ્ટે ૧૧૨૧૦૦૪૫૨૧૫૭૯૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૬૩ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ. ગુમથનાર અઢી વર્ષની બાળકી હોય ગુનાની ગંભીરતા સમજી તેણીને શોધી કાઢવા સારૂ સ્થાનિક તેમજ અન્ય પોલીસ સ્ટેશનેથી પોલીસ મદદ મેળવી ૨૦૦ થી ૨૫૦ જેટલા પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી (ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારે) કામે લાગેલ હતી. તા.૦૭/૧૧/૨૦૨૧ નાં રોજ બપોરનાં પોણા બારેક વાગ્યે આ કામે ગુમ થનાર બાળકીની કોહવાયેલ (ડિકમ્પોઝ) લાશ પાંડેસરા જી.આઈ.ડી.સી. આર્મો ડાઇંગમીલની પાછળ આવેલ ઝાડી ઝાંખર વાળી અવાવરૂ જગ્યાએથી મળી આવેલ. મરણજનાર બાળકીનું નવી સીવીલ હોસ્પિટલ ખાતે તા.૦૭/૧૧/૨૦૨૧ ના રોજ પેનલ ડોકટરથી પી.એમ. નં.૧૮૭૮/૨૦૨૧ થી પોસ્ટ મોર્ટમ કરવામાં આવેલ જેમાં ભોગબનનાર સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ હોવાનું અને તેણીનુ મોત નાક મોઢુ દબાવવાથી ગુંગળાઇ જવાના કારણે થયેલ હોવાનો અભિપ્રાય પી.એમ. કરનાર ડો.શ્રી એ આપતા સદર ગુનાની ફરીયાદમાં ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૭૬(૨)(જે)(એલ), ૩૭૬(૩), ૩૭૬(એ), ૩૭૬(એ)(બી), ૩૪૨ તથા પોકસો એકટની કલમ-૪,૫(આઈ), કે)(એમ),૬,૮,૯(એમ),૧૦ મુજબનો ઉમેરો કરવા સબંધીત કોર્ટને રિપોર્ટ કરી કલમ ઉમેરો કરાવવામાં આવેલ.

 સદર ગુનાની તપાસ દરમ્યાન ભોગ બનનારને બનાવનાં દિવસે એક અજાણ્યો ઇસમ પોતાના ખભે ઉંચકી લઇ જતા ગુનાવાળી જગ્યાથી નજીકમાં આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં આવેલ એક દુકાન તથા બાપુનગર સોસાયટીમાં આવેલ એક મકાનમાં લાગેલ સીસીટીવી/ કેમેરામાં દેખાતો હોય જે આધારે તપાસ કરતા આ કામનાં આરોપી ગુડ્ડુ કુમાર મધેશ યાદવને તેના રૂમ ઉપરથી તા.૦૮/૧૧/૨૦૨૧ના રોજ પાંડેસરા પોલીસ દ્વારા પકડી પાડી સદર ગુનામાં અટક કરી મુદ્ત અંદર નામદાર કોર્ટમાં રજુ કરી દિન-૦૩ (ત્રણ) પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવામાં આવેલ હતા. આ કામે નજરે જોનાર કુલ-૩ (ત્રણ) સાહેદોની એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ આરોપીની ઓળખ પરેડ કરાવતા ત્રણે સાહેદોએ આરોપીને ઓળખી બતાવેલ છે. આ કામે નજરે જોનાર બે સાહેદોનાં નામદાર કોર્ટ સમક્ષ સી.આર.પી.કલમ ૧૬૪ મુજબનાં નિવેદનો લેવામાં આવેલ. આ કામે આરોપીએ ભોગ બનનારનું જે જગ્યાએથી અપહરણ કરી જે જગ્યાએ લઇ જઇ તેણી સાથે દુષ્કર્મ કરી જાનથી મારી નાંખેલ તે જગ્યા આરોપીએ બતાવતા પંચોની હાજરીમાં વીડીયો ગ્રાફી કરી રીકન્સ્ટ્કશન પંચનામુ કરવામાં આવેલ. આરોપી આ કામની ભોગ બનનારને પોતાના ખભેે ઉંચકીને લઇ જતો CCTV કુટેજમાં દેખાયેલ તે આધારે આરોપીનું  એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં ગેઈટ એનાલીસીસની કાર્યવાહી કરવામાં આવેલ. આ કામે કબ્જે લેવામાં આવેલ ભોગ બનનાર તથા આરોપીનાં કપડા, ડીએનએ સેમ્પલ, વિશેરા તથા આરોપીનો મોબાઇલ વિગેરે મુદ્દામાલ તા.૧૦/૧૧/૨૦૨૧ નાં રોજ એફ.એસ.એલ. સુરત ખાતે પૃથ્થકરણ કરવા સારૂ મોકલી આપેલ. ગેઇટ એનાલીસીસનાં સી.સી.ટી.વી. કંટ્રોલ ફુટેજ તથા ગુનાવાળી જગ્યા નજીકના સી.સી.ટી.વી. ફુટેજ એફ.એસ.એલ ખાતે પૃથ્થકરણ કરવા સારૂ તા. ૧૨/૧૧/૨૦૨૧ ના રોજ મોકલી આપવામાં આવેલ. આ કામે આરોપીનાં મોબાઇલમાં ૭૦ પોર્ન વીડીયો મળી આવેલ જે બાબતે આરોપીએ જેની પાસેથી પોર્ન વીડીયોનો મેમરી કાર્ડ ખરીદેલ તે જય અંબે મોબાઈલ રીપેરીંગ નામના દુકાનદાર વિરૂધ્ધમાં પાંડેસરા પો.સ્ટે.ગુ.રૂ.નં ૧૧૨૧૦૦૪૫૨૧૫૭૯૮/૨૦૨૧ ઈ.પી.કો. કલમ-૨૯૨ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ કામે કુલ ૧૪ જેટલા સરકારી પંચોની હાજરીમાં અલગ-અલગ પંચનામાં કરવામાં આવેલ. આ કામે કુલ ૨૪ જેટલા સ્વતંત્ર સાહેદોનાં નિવેદનો લેવામાં આવેલ. સદર ગુનાના કામે માત્ર ૦૫(પાંચ) દીવસમાં એફએસએલ ખાતેથી પૃથ્થકરણ અહેવાલ મેળવવામાં આવેલ. આ ગુના કામે આરોપી વિરૂધ્ધમાં દાર્શનીક, સાંયોગીક તથા વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રીત કરી કુલ-૬૪ જેટલા સાક્ષીઓ સાથેનું કુલ-૨૪૬ પાનાનું ચાર્જશીટ કરી તા.૧૫/૧૧/૨૦૨૧નાં રોજ નામદાર કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યુ.  સદર ગુનાના કામે કરેલ ચાર્જશીટ એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સ્પેશ્યલ પોકસો કોર્ટ શ્રી પી.એસ.કાલા સાહેબની કોર્ટમાં તા.૧૬/૧૧/૨૦૨૧ના રોજ ચાર્જ ફેમ કરવામાં આવેલ. સદર કેસની ટ્રાયલ ફકત પાંચ દિવસમાં પુર્ણ કરવામાં આવેલ.  (ટ્રાયલ તા.૧૭,૧૮,૨૦,૨૨,૨૩/૧૧/૨૦૨૧ના દિવસે ચાલેલ હતી.) જેમાં કુલ-૪૨ સાહેદોને તપાસવામાં આવેલ. ચાર્જશીટ થયાના માત્ર ૨૧માં દિવસે એટલે કે આજરોજ તા- ૦૬/૧૨/૨૦૨૧ના રોજ નામદાર કોર્ટ દ્વારા સમગ્ર ટ્રાયલ પુર્ણ કરી સદર કેસમાં આરોપીને દોષીત ઠરાવવામાં આવેલ છે.

(2:58 pm IST)