Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

નરનારાયણદેવ તાબાનાં સ્વામિનારાયણ હરિમંદિર વિરમગામનો ૧૦૬મો પાટોત્સવ ઉજવાયો

ભગવાનનો અભિષેક મહાપૂજા તેમજ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભરાયો : જેતલપુરના મહંત પૂ. આતમસ્વામી એમના સંત મંડળ સાથે પધારી આશીર્વચન આપ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  નરનારાયણદેવ તાબાનું સ્વામીનારાયણ હરીમંદિર વીરમગામ સંપ્રદાયના હરિભકતો માટે સત્સંગનું ધમધમતું પ્રસાદીનું ધામ ગણાય છે. આ મંદીર એક સો પાંચ વર્ષ જૂનું છે. માગશર સુદ પાંચમને બુધવારના રોજ આ મંદિરનો ૧૦૬ મો પાટોત્સવ ભારે આસ્થાથી ઉજવાઈ ગયો. વહેલી સવારે ભગવાનનો અભિષેક મહાપૂજા તેમજ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભરાયો હતો. જેતલપુરના મહંત પૂ. આતમસ્વામી એમના સંત મંડળ સાથે પધારી આશીર્વચન આપ્યા હતાં. સંત સભા બાદ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.

(4:07 pm IST)